Cyclone Remal: ચક્રવાત (Cyclone) રેમલને કારણે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. બંગાળના ઘણા ભાગોમાં ભારે વરસાદ (Rain) પડી રહ્યો છે. ભારતીય નૌકાદળ અને NDRFની ટીમો ચક્રવાત (Cyclone) રામલને લઈને એલર્ટ મોડ પર છે.


IMD અનુસાર, આજે મધ્યરાત્રિ સુધી બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે મહત્તમ 110 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ચક્રવાતી તોફાન (Cyclone) 12:00 1:00 વાગ્યાની વચ્ચે બાંગ્લાદેશને પાર કરે તેવી અપેક્ષા છે, ત્યારબાદ તે નબળું પડવાની ધારણા છે.


સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, હવામાન (Weather) કચેરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચક્રવાત (Cyclone) બાંગ્લાદેશના મોંગલા અને ખેપુપારા તટના દક્ષિણ પશ્ચિમ ભાગથી થઈને ભારતના પશ્ચિમ બંગાળના તટને પાર કરવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે વાવાઝોડું બાંગ્લાદેશના દક્ષિણ પશ્ચિમ તટીય વિસ્તારો અને પશ્ચિમ બંગાળના સાગર દ્વીપથી ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે અને આગામી પાંચથી સાત કલાકમાં દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.


ગંભીર ચક્રવાતી તોફાન (Cyclone) રામલ રવિવારે રાત્રે બાંગ્લાદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કર્યું હતું અને અધિકારીઓએ દેશના નીચાણવાળા દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આઠ લાખથી વધુ લોકોને સ્થળાંતર કર્યા છે. આ સિવાય પશ્ચિમ બંગાળ સરકારે સુંદરબન અને સાગર દ્વીપ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 1.10 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે.




કોલકાતા એરપોર્ટ સત્તાવાળાઓએ ચક્રવાત (Cyclone) 'રેમાલ'ની સંભવિત અસરને કારણે રવિવાર બપોરથી 21 કલાક માટે ફ્લાઇટ ઓપરેશન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ સહિત કુલ 394 ફ્લાઈટોને અસર થશે. ચક્રવાત (Cyclone)ની આગાહીને કારણે, કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર રવિવાર સાંજથી 12 કલાક માટે કાર્ગો અને કન્ટેનર હેન્ડલિંગ કામગીરી સ્થગિત રહેશે.


ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પૂર્વ મેદિનીપુર, કોલકાતા, હાવડા અને હુગલી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ (Rain)ની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મેદિનીપુર જિલ્લામાં અતિ ભારે વરસાદ (Rain)ની સંભાવનાને કારણે આ વિસ્તારો માટે 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. નાદિયા અને મુર્શિદાબાદ જિલ્લામાં પણ 27-28 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદ (Rain) પડી શકે છે.