Wayanad Landslide: કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને કારણે 150થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. સેના અને એનડીઆરએફની ટીમ સતત બચાવ કામગીરી કરી રહી છે. કેરળમાં હજુ પણ ખતરો ટળ્યો નથી, અથિરાપલ્લી ધોધ -વૉટરફોલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધોધનો પ્રવાહ જોઈને કોઈની ડરી શકે છે. 


સોશ્યલ મીડિયા પર વાયરલ થયો વીડિયો  
રાજા રામાસામીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે તાજેતરનો વીડિયો અને અથિરાપલ્લી વૉટરફોલનો ત્રણ વર્ષ જૂનો વીડિયો શેર કર્યો છે. આ બંને વીડિયોમાં ધોધનું પ્રવાહ ખૂબ જ અલગ અને ઝડપી છે. વીડિયો શેર કરતા તેણે લખ્યું, 'કેરળમાં વરસાદને કારણે ઉત્તર કેરળ, વાયનાડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ભૂસ્ખલન અને પૂર આવ્યું છે, 20 લોકોના મોત થયા છે, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.


કોચિકોડ જિલ્લાનો એક વીડિયો આવ્યો હતો સામે  
આ પહેલા ઉત્તર કેરળના કોઝિકોડ જિલ્લાનો બીજો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે એક બસ ડ્રાઇવર બંને બાજુથી પાણીમાં ઘેરાયેલો છે અને વાહનને પુલ પર લઈ જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે વાયનાડ ભૂસ્ખલનમાં સેંકડો લોકોના મોત બાદ રાજ્યમાં બે દિવસના શોકને ધ્યાનમાં રાખીને કેરળ સરકારના સચિવાલયમાં રાષ્ટ્રધ્વજ અડધી ઝુકાવવામાં આવ્યો છે.






બચાવ કાર્ય શરૂ થયું - 
વાયનાડમાં બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ પહેલા NDRF કમાન્ડર અખિલેશ કુમારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, 'હવે અમે 10 મિનિટમાં બચાવ કાર્ય શરૂ કરી રહ્યા છીએ. અમારી ટીમ અહીંના અનેક ગામોમાં જઈ રહી છે. ઘણા ઘરોમાં લોકો ફસાયા હોવાની આશંકા છે. ગઈકાલે રાત્રે અમે લગભગ 70 લોકોને બચાવ્યા. ખરાબ હવામાનને કારણે અમારે રાત્રે બચાવ કામગીરી અટકાવવી પડી હતી. જો અહીં વધુ ભારે વરસાદ થશે તો ખતરો વધી શકે છે.


મલ્લિકાર્જૂન ખડગેએ કહી આ વાત 
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું, 'આપણે બધાએ વાયનાડની સ્થિતિને ગંભીરતાથી લીધી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા ત્યાં જવાના છે. અમારી પાર્ટીના તમામ કાર્યકરો પુનર્વસન માટે ત્યાં રોકાયેલા છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ એક રાષ્ટ્રીય આપત્તિ છે અને આના પર બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. અમે ગઈ કાલે રાજ્યસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.