CoWIN: મલયાલા મનોરમાના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, સરકારી પોર્ટલ CoWIN પરથી કરોડો ભારતીય લોકો તેમજ મોટા રાજકારણીઓ અને પત્રકારોના આધાર, પાસપોર્ટ અને પાન કાર્ડ નંબર જેવી અંગત માહિતી લીક કરવામાં આવી છે. આ ઘડાકો થતા જ વિરોધી પક્ષોએ પણ આ મુદ્દે સરકાર પર બરાબરનું નિશાન સાધ્યું છે. જાહેર છે કે, કોરોના મહામારી દરમિયાન CoWINનામની વેબસાઈટ પર રસી લેનારા દેશવાસીઓની વિગતો એકત્ર કરવામાં આવતી હતી. 


તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રવક્તા સાકેત ગોખલેએ મોદી સરકાર પર કોવિડ-19 રસીકરણ એપ્લિકેશન CoWINની મદદથી ગોપનીયતાના ભંગનો ગંભીર આરોપ લગાવ્યો છે. જોકે હવે સરકારી સૂત્રોએ દાવાઓને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વિગતવાર અહેવાલ પર કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.


શું છે આરોપો?


રિપોર્ટ અનુસાર, મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ પર ભારતીય નાગરિકોની અંગત માહિતી, આધાર કાર્ડ અને પાસપોર્ટની વિગતો લીક થઈ હતી. મલયાલા મનોરમાના અહેવાલ મુજબ, ડેટા લીક કોવિડ રસીકરણ પોર્ટલ કોવિન પરથી થયો છે, જેમાં લોકોએ તેમની અંગત વિગતો દાખલ કરી હતી.


સરકાર દ્વારા સ્પષ્ટિકરણ


જ્યારે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, પોર્ટલ ફક્ત તે તારીખની માહિતી રાખે છે જ્યારે વ્યક્તિને રસી આપવામાં આવી હતી. કોવિન પોર્ટલ જન્મ તારીખ અને ઘરનું સરનામું એકત્રિત કરતું નથી. Cowin પોર્ટલ માત્ર યુઝર્સ વિશે માહિતી સંગ્રહિત કરે છે કે, શું તેઓએ પ્રથમ ડોઝ, બીજો ડોઝ અથવા સાવચેતીનો ડોઝ લીધો છે કે નહીં.


વિરોધનો આરોપ


એનસીપીના સુપ્રિયા સુલે અને કોંગ્રેસના કાર્તિ ચિદમ્બરમ જેવા અન્ય વિપક્ષી નેતાઓએ પણ કથિત ડેટા ભંગનો આરોપ લગાવતા સરકાર પર હુમલો કર્યો હતો. મલયાલા મનોરમાના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, રસીકરણ બાદ CoWIN પોર્ટલ પર અપલોડ કરાયેલા નાગરિકોની વ્યક્તિગત વિગતો ઉપલબ્ધ છે અને થોડા સમય માટે ટેલિગ્રામ એપ્લિકેશન પર સરળતાથી સુલભ છે. સાકેત ગોખલેએ કેટલાક પત્રકારોના નામ પણ લીધા અને કહ્યું હતું કે, તેમની અંગત માહિતી પણ ઓનલાઈન ઉપલબ્ધ છે.


Covovax: કોવિન પોર્ટલ પર બુક કરાવી શકાય છે કોવોવેક્સ બૂસ્ટર ડોઝ, પૂનાવાલાએ કહ્યું – તમામ વેરિઅન્ટ સામે અસરદાર


 દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના વધતા જતા કેસોની વચ્ચે, સોમવારે કેન્દ્ર સરકારે કોવિન પોર્ટલમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવેક્સ રસીને પુખ્ત વયના લોકો માટે હેટરોલોગસ બૂસ્ટર ડોઝ તરીકે સામેલ કરવાની મંજૂરી આપી છે. મંગળવારે (11 એપ્રિલ) SERUM સંસ્થાના CEO અદાર પૂનાવાલાએ જણાવ્યું કે Covax હવે COWIN પોર્ટલ પર ઉપલબ્ધ છે.


અદાર પૂનાવાલાએ ટ્વિટ કર્યું કે ઓમિક્રોન XBB અને તેના પ્રકારો સાથે કોવિડના કેસ ફરી વધી રહ્યા છે, તે વૃદ્ધો માટે ગંભીર હોઈ શકે છે. હું વૃદ્ધો માટે સૂચન કરીશ કે માસ્ક પહેરો અને Covax બૂસ્ટર લો જે હવે Covin એપ પર ઉપલબ્ધ છે. તે તમામ વેરિઅન્ટ સામે અસરકારક છે અને અમેરિકા અને યુરોપમાં માન્ય છે.