Data On Endangered Species: ભારતમાં 73 પ્રજાતિયો ગંભીર રીતે સંકટગ્રસ્ત છે, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના સંરક્ષણ માટે સંરક્ષણ સંઘના એક રિપોર્ટનો હવાલો આપતા રાજ્યસભાને સૂચિત કર્યુ, જે 2011માં 47 હતી, આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘના રિપોર્ટ અનુસાર, 73 પ્રજાતિયોમાં સ્તનધારીયોની 9 પ્રજાતિયો, 18 પક્ષી, 26 સરીસૃપ અને 20 ઉભયચર સામેલ છે.
કેન્દ્ર અલગ અલગ પરિયોજનાના માધ્યમથી આ પ્રજાતિઓ પર નજર રાખી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સંઘ વિશ્વ સ્તર પર સ્વાસ્થ્ય અને જૈવ વિવિધતાની સ્થિતિ પર નજર રાકી રહ્યુ છે. સંઘ ત્યારે એક પ્રજાતિને ગંભીર રીતે સંકટગ્રસ્ત જાહેર કરે છે, જ્યારે તે પ્રજાતિના વિલુપ્ત થવાનો ખતરો વધુ માનવામાં આવે છે, હાલ આના પર સરકાર કામ કરી રહી છે.
2011 ના આંકડા -
સપ્ટેમ્બર, 2011માં લોકસભામાં મંત્રાલય તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલી જાણકારી અનુસાર, સ્તનધારીયો, પક્ષીઓ, સરીસૃપો, માછલીઓ અને ઉભચચરોની શ્રેણીમાં 47 પ્રજાતિઓની ઓળખ ગંભીર રીતે સંકટગ્રસ્ત રીતે આપવામાં આવી હતી.
પર્યાવરણ મંત્રીનું નિવેદન -
ગુરુવારે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ મુકુલ વાસનિકે પર્યાવરમ રાજ્ય મંત્રી, અશ્વિની કુમાર ચૌબે પાસે આ વિષય પર જવાબ માંગ્યો હતો, ચૌબેએ કહ્યું કે, સરકાર હવે ઉચ્ચત્તમ સ્તરની સુરક્ષા પ્રદાન કરવા માટે વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ, 1972ની અનુસૂચી-1માં સૌથી ગંભીર રીતે લુપ્તપ્રાય પ્રજાતિયોને સામેલ કરવા પર વિચાર કરી રહી છે. કેન્દ્ર અલગ અલગ પરિયોજનાના માધ્યમથી આ પ્રજાતિઓ પર નજર રાખી રહ્યું છે.
કઇ પ્રજાતિઓ છે આમા સામેલ -
આમાં કાશ્મીર સ્ટેગ/ હુંગુલ, માલાબાર લાર્જ-સ્પૉર્ટેડ સિવેટ, અંડમમાન શ્રૂ, જેનકિન શ્રૂ, નિકોબાર શ્રૂ, નામધાપા ફ્લાઇંગ સ્ક્વેરલ, લાર્જ રૉક રેટ અને લીફ્ટેડેડ લીફનૉઝ્ડ બેટ સામેલ છે. 18 ગંભીર રીતે લુપ્તપ્રાત પક્ષી પ્રજાતીઓમાં બેયર પોચર્ડ, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, સોશિએબલ લેપવિંગ, રેડ હેડેડ વલ્ચર, વ્હાઇટ રમ્પ્ડ વલ્ચર, ઇન્ડિયન વલ્ચર અને સ્લેન્ડર બિલ વલ્ચર જેવા પક્ષીઓ છે. 26 સરીસૃપ પ્રજાતીઓમાંથી પાંચ ભારત માટે સ્થાનિક છે જેમાં પિટ વાઇપર દ્વીપ પણ સામેલ છે. જેનો આવાસ કાર નિકોબાર દ્વીપમાં એક જ સ્થાન સુધી સિમિત છે. ઉભયચરોમાં કેટલીય પ્રજાતિઓ પશ્ચિમી ઘાટ, ઉત્તર પૂર્વ અને અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં નિવાસ સુધી સિમીત છે.