Coronavirus Vaccine News: ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ ભારત બાયોટેકની કોરોના વેક્સીન કોવેક્સીનને 12થી 18 વર્ષના બાળકોને રસી આપવાની મંજૂરી આપી છે. દેશમાં 12 વર્ષોથી વધુ ઉંમરના બાળકો માટે પ્રથમ કોરોના વેક્સિનને મંઝૂરી મળી છે. ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) ને ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવૅક્સિન 12 થી 18 વર્ષ સુધીના બાળકોને આપવાની મંજૂરી આપી છે.
DCGIએ બાળકો માટે Covaxin રસીને ઇમરજન્સી મંજૂરી આપી છે. આ રસી 12થી 18 વર્ષના બાળકને ઈમરજન્સીની સ્થિતિમાં આપી શકાય છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે દેશમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે, જ્યારે તમામ નિષ્ણાતો બાળકોના રસીકરણ પર ભાર આપી રહ્યા છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DGCI)એ આજે 25 ડીસેમ્બરને શનિવારે ભારત બાયોટેકને 12-18 વર્ષની વયના બાળકો માટે કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. ઑક્ટોબરમાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને બાળકો માટે કોવેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવા ભલામણ કરી હતી.
ગુજરાતમાં ઓમિક્રોનના કેસોમાં સતત વધારો
ગુજરાતમાં ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થતાં સરકારની ચિંતમાં વધારો થયો છે. ખેડા જિલ્લામાં આજે ઓમીક્રોનના વધુ ત્રણ કેસ નોંધાયા છે. ઓમીક્રોન વેરિએન્ટના ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6 કેસ નોંધાયા છે. ગઈ કાલે નડિયાદ શહેરમાં ત્રણ કેસ નોંધાયા હતા. નડિયાદ તાલુકાના પીપલગ ગામના એક જ પરિવાર ના ત્રણ સભ્યોને ઓમીક્રોન પોઝીટીવ આવ્યો છે.
યુકેથી આવેલા પરિવારના સભ્યો ઓમીક્રોનના વેરિએન્ટથી સંક્રમિત બન્યા છે. ત્રણેય દર્દીઓને નડિયાદની સિવીલ હોસ્પિટલમાં એમીક્રોન સ્પેશ્યલ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ ખસેડાયા છે. ખેડા જિલ્લા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. લોકો કોવિડની ગાઈડલાઇન્સનું પાલન નથી કરી રહ્યા. હવે તંત્ર દ્વારા કડક એક્શન લેવામાં આવે તે જરૂરી.
રાજકોટમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. 21 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવતાં સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. હાલ ઓમિક્રોંનના બે દર્દીઓ સારવાર હેઠળ છે. ઓમિક્રોન વેરિયન્ટનો ભોગ બનનારની ટ્રાવેલ હિસ્ટ્રી લંડનની બહાર આવી છે.
21 વર્ષીય યુવતીનો ઓમિક્રોન પોઝિટિવ રિપોર્ટ આવ્યો. 21 તારીખે અમદાવાદ એરપોર્ટ પર કોરોના રિપોર્ટ આવતા આઇસોલેટ એમ્બ્યુલન્સમાં રાજકોટ ખસેડી હતી. ઓમિક્રોન રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો. રાજકોટમાં કુલ 2 ઓમિક્રોન વેરિયન્ટના કેસ નોંધાયા. અગાઉ આર.કે. યુનિવર્સિટીના તાન્ઝાનિયાથી આવેલા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બન્ને દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.