ઉન્નાવઃ યૂપીના અનેક જિલ્લામાં નદીઓમાં મૃતદેહ તરતા જોવા મળ્યા બાદ હવે ઉન્નાવમાં પણ ડરામણું ચિત્ર સામે આવ્યું છે. ઉન્નાવમાં ગંગા નદી કિનારે રેતીમાં દટાયેલા મૃતદેહ જોવા મળ્યા છે. મૃતદેહ મળ્યાની જાણકારી મળ્યા બાદ પ્રશાનની ટીમ અહીં પહોંચી અને અહીંથી રેતીમાં અનેક મૃતદેહ દટાયેલા મળી આવ્યા છે.


આ ઘટનાને લઈને ડીએમે કહ્યું કે, “અમારી ટીમને ગંગા નદીથી દૂર રેતીમાં અનેક મૃતદેહ મળ્યા છે. હજુ વધુ મૃતદેહની શોધખોળ ચાલી રહી છે. આવું કામ કરના વિરૂદ્ધ કાર્રવાઈ કરવામાં આવશે.”


બલિયામાં વધુ સાત મૃતદેહ મળ્યા


બીજી બાજુ મંગળવારે રાત્રે બલિયામાં ગંગા નદી કિનારે વધુ સાત મૃતદેહ તરતા જોવા મળ્યા છે. તેની સાથે જ નદીમાંથી કાઢવામાં આવેલ મૃતદેહની સંખ્યા 52 થઈ ગઈ છે. એક અધિકારીએ કહ્યું કે, નદીમાં મળી રહેલ શબ કોવિડ સંક્રમિત થવાની આશંકાને જોતા નદી કિનારાના વિસ્તારમાં ચેપ ફેલાય નહીં તે માટે પ્રશાસન તરફથી મૃતદેહના તાત્કાલિક અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે.






મુખ્યમંત્રી યોગીએ કહી આ વાત


ગંગા નદીમાંથી અનેક મૃતદેહ મળવાની ઘટના પર મુખ્યમંત્રી યોગીની પ્રતિક્રિયા સામે આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અંત્યેષ્ટિની ક્રિયા મૃતકની ધાર્મિક માન્યતાઓ અનુરૂપ સન્માન સાથે થવી જોઈએ. તેમણે કહ્યું કે, કોઈપણ મૃતકની અંત્યેષ્ટિ માટે પાણીમાં છોડી દેવા એ પર્યાવરણને અનુકૂળ નથી. અંત્યેષ્ટિ ક્રિયા સુચારૂ રૂપથી પૂરી કરવા માટે રાજ્ય સરકાર તરફથી જરૂરી નામાંકીય સહાય પણ આપવામાં આવી રહી છે.