નવી દિલ્હી:  કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.  કેંદ્ર સરકારે  કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ભેટ આપી છે. મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો છે. કેબિનેટના આ નિર્ણય બાદ મોંઘવારી ભથ્થામાં હવે 38 ટકાના બદલે 42 ટકા  કરી દેવામાં આવ્યા છે. સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે કેંદ્ર સરકારે કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને થોડી રાહત આપી છે.