નવી દિલ્હીઃ પાકિસ્તાનના એફ-16 લડાકૂ વિમાનને પોતાના મિગ વિમાનથી તોડી પાડનાર ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની ડીબ્રીફિંગ (વાતચીત)ની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. વાયુસેનાના સૂત્રો દ્વારા મળેલી જામકારી અનુસાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સાથેની પૂછપરછ ભારતીય વાયુસેના અને અન્ય એજન્સીઓ દ્વારા પૂરી કરવામાં આવી છે. હવે સેનાના રિસર્ચ અને રેફરલ હોસ્પિટલના ડોક્ટરોની સલાહ પર તેને બીમારીની રજા આપવામાં આવશે.


નજીકના ભવિષ્યમાં મેડિકલ રિવ્યૂ બોર્ડ વિંગ કમાન્ડરની મેડિકલ ફિટનેસનું આકલન કરશે અને એ નક્કી કરશે કે તે ફાઈટર પાયલર તરીકે ફરીથી કામ કરવા માટે યોગ્ય છે કે નહીં.



ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન 1 માર્ચના રોજ ભારતીય સરહદ પર પાકિસ્તાનથી પરત ફર્યા હતા. ભારતીય અને પાકિસ્તાન વાયુસેનાના લડાકૂ વિમાનોની વચ્ચે અથડામણ દરમિયાન મિગ 21 તૂટ્યા બાદ પાયલટ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં ઉતરી ગયા હતા. ત્યાર બાદ પાકિસ્તાની આર્મીએ અભિનંદને પોતાના કબ્જામાં લઈ લીધા હતા. ભારતના દબાણ આગળ નમતું જોખીને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને સંસદમાં એક વિશેષ બેઠકને સંબોધિત કરતાં પાયલને છોડવાની જાહેરાત કરી હતી.