લખનઉ: અયોધ્યામાં દિવાળી પૂર્વે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા દિપોત્સવ ક્રાયક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિપોત્સવ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે. આ દિપોસ્તવમાં 5 લાખ 51 હજાર દીવડા પ્રગટાવી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. રામની પૈડીના ઘાટ પર 4 લાખ અને અન્ય 1 જગ્યાએ 1 લાખ 51 હજાર દીવડા પ્રગટાવ્યા હતા.


મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, આપણી સાત પવિત્ર નગરીઓમાં ત્રણ પવિત્ર નગરી અયોધ્યા, કાશી અને મથુરા આપણા ઉત્તરપ્રદેશમાં છે. દેશ દુનિયામાં એટલા સમૃદ્ધ તથા સાંસ્કૃતિક પરિવશે કોઈની પાસે નથી.


અયોધ્યાના સરયૂ ઘાટ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આરતી કરી હતી. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા. તે સિવાય અયોધ્યામા પાંચ લાખ 51 હજાર દીવડાઓ પ્રગટાવી વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.