પંજાબ અને જમ્મુને નિશાન બનાવી શકે છે આતંકી, સુરક્ષા એજન્સીઓ જાહેર કર્યું એલર્ટ
abpasmita.in | 16 Oct 2019 10:01 PM (IST)
પંજાબ, પઠાણકોટ અને જમ્મુના એરબેઝ પર ભારતીય એરફોર્સને પણ ઓરેન્જ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃજાસૂસી એજન્સીઓએ ઇનપુટ જાહેર કર્યું છે કે પાકિસ્તાનમાંથી આતંકીઓ ભારતમાં દાખલ થઇ ગયા છે. આ જાણકારી બાદ પંજાબ અને જમ્મુમાં તમામ ડિફેન્સ બેઝને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સરકારી સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઇએ કહ્યું હતું કે, પંજાબ, જમ્મુ અને તેના આસપાસના ડિફેન્સ બેઝને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. પંજાબ, પઠાણકોટ અને જમ્મુના એરબેઝ પર ભારતીય એરફોર્સને પણ ઓરેન્જ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. બુધવારે સવારે સૈન્યને ટાંકીને આ જાણકારી મળી છે. ત્યારબાદથી ડિફેન્સ બેઝને સુરક્ષિત રાખવા માટે તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે. એજન્સીએ કહ્યુ કે, કેટલાક દિવસ અગાઉ ડિફેન્સ બેઝને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું પરંતુ કેટલાક દિવસ બાદ જ સ્થિતિ સામાન્ય થઇ હતી. જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 હટાવ્યા બાદથી રાજ્યમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા મહિના અંતિમ દિવસોમાં જાસૂસી એજન્સીઓએ જૈશ-એ-મોહમ્મદના 8-10 આતંકીઓને લઇને એલર્ટ જાહેર કર્યું હતું. એજન્સીઓએ કહ્યું હતું કે, આતંકી જમ્મુ કાશ્મીરની આસપાસ ભારતીય એરફોર્સના એરબેઝ પર ફિદાયીન હુમલો કરી શકે છે.