પણજી : સંરક્ષણ મંત્રી મનોહર પાર્રિકરે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં સર્જિકલ સ્ટ્રાઈકની સફળતાનો શ્રેય ભારતીય સેના અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને જાય છે. પાર્રિકરે સર્જિકલ સ્ટ્રાઈક માટે એકવાર ફરી સેનાની પીઠ થપથપાવી અને કહ્યું કે પીઓકેમાં સફળ સર્જિકલ સ્ટ્રાઈક કરવાનો પુરો શ્રેય ભારતીય સેનાને જાય છે. સાથે પ્રધાનમંત્રી મોદીને પણ તેનો શ્રેય જાય છે.


મુંબઈના મેટેરિયલ એંજનિયરિંગ ટેક્નોલોજી (એમઆઈટી)માં એક કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચેલા સંરક્ષણ મંત્રીએ સર્જિકલ સ્ટ્રાઈક પર વાત કરતા આ કાર્યવાહીમાં પીએમ મોદીએ મોટી ભાગીદારી હોવાની વાત કરી હતી. આતંકી કેંપો પર સર્જિકલ સ્ટ્રાઈકનો નિર્ણય લેવા માટે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમને કહ્યું કે પીએમ મોદીનો નિર્ણય અને યોજનાને લીધે જ સર્જિકલ સ્ટ્રાઈક સંભવ થઈ હતી. તેમને કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈકને સેનાએ સફળ બનાવી હતી. રાજનૈતિક પક્ષોએ નહીં. આ યોજનાને લીધે દેશની જનતાની ભાવનાઓ શાંત થઈ છે. જ્યારે, સંરક્ષણ મંત્રીના નિવેદનને લઈને વિપક્ષે હવે તેમને અને સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે.

તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરના ઉરી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ ઑપરેશનમાં સેનાએ 40થી વધારે આતંકીઓને ઠાર માર્યા હતા. અને ત્યારપછીથી જ પાકિસ્તાન અને ત્યાં ઉપસ્થિત આતંકીઓ ગભરાઈ ગયા છે. તે દરરોજ સીમા પર આતંકી હુમલો, સીઝફાયર ઉલ્લંઘન, ઘૂસણખોરી અને સૈનાના કેંપો પર હુમલો કરી રહ્યા છે.