નવી દિલ્લીઃ મુંબઇની મટીરિયલ્સ ઇંજીનિયરિંગ ટેક્નોલૉજીના એક કાર્યક્રમમાં પહોંચેલા રક્ષા મંત્રી મનોહર પારિકરે સર્જીકલ સ્ટ્રાઇક પર કહ્યું કે, તેમને તેનો શ્રેય શેર કરવામાં કોઇ વાંધો નથી. તેમણે કહ્યું કે, આ ઓપરેશન કોઇ રાજકીય પાર્ટીએ નથી કર્યુ, આનું શ્રેય દરેક ભારતીયને જાય છે. તેમણે દિલ્લીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું હતું.


જોકે તેમણે કહ્યું કે, ઑપરેશનની સફળતાના સૌથી મોટા હકદાર નરેંદ્ર મોદી છે તેમની નિર્યાક ભૂમિકા રહી છે. આ નિર્ણાયક ભૂમિકા અને યોજના દ્વારા શક્ય બન્યું છે. એટલુ જ નહી તેમણે કહ્યું કે, મારે ક્રેડિટ શેર કરવાથી ઘણા લોકો હળવાશ અનુભાવશે.

ઉલ્લેખનીય છે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યૂ ટ્યૂબ પર એક વીડિયો અપલોડ કરી સર્જીકલ સ્ટ્રાઇક માટે પીએમ નરેંદ્ર મોદીના વખાણ તો કર્યો પણ આ જ વીડિયોમાં કેજરીવાલે સર્જીકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા હતા. અને કહ્યું હતું કે, મોદી પાકિસ્તાનના પ્રોપેગંડાનો જવાબ આપવો જોઇએ. જેમા કહેવમાં આવી રહ્યુ છે કે, કોઇ સર્જીકલ સ્ટ્રાઇક થયું જ નથી. કેજરીવાલના આ નિવેદન પર બીજેપીએ મોર્ચો ખોલ્યો હતો. રાષ્ટ્રીય સ્તરથી લઇને દિલ્લી બીજેપીના નેતાઓએ કેજરીવાલ પર આરોપોનો વરસાદ કર્યો હતો.