નવી દિલ્હીઃ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે ફરી એકવાર કટાક્ષ કરતાં પાકિસ્તાનને સીધા શબ્દોમાં ચેતાવણી આપી દીધી છે. કાશ્મીર મુદ્દે રાજનાથ સિંહે ટિપ્પણી કરી કે ભારત ક્યારે પહેલા એટેક નથી કરતુ, પણ જો આત્મરક્ષાની વાત આવશે તે બળપ્રયોગ કરતાં પણ નહીં ખચકાઇએ. રક્ષામંત્રીએ આ વાત સિયોગમાં કહી હતી.


રક્ષામંત્રી રાજનાથ સિંહે દક્ષિણ કોરિયાના સિયોગમાં એક રક્ષા વાતચીતમાં ભાગ લીધો. અહીં તેમને રક્ષા વાર્તા પર કાશ્મીર મુદ્દે મોટી ટિપ્પણી કરી. રાજનાથ સિંહે સાઉથ કોરિયાના ઉચ્ચ સૈન્ય અધિકારીઓની વચ્ચે કહ્યું કે, 'ભારતનો ઇતિહાસ જોઇ લો ક્યારેય કોઇના પર હુમલો નથી કર્યો, અને નહીં કરે. પણ એનો અર્થ એ નથી કે આત્મરક્ષા માટે પોતાની તાકાત-બળપ્રયોગ કરવામાં પણ નહીં ખચકાય.'




આ અગાઉ રાજનાથ સિંહે પરમાણુ હુમલો અને નૉ ફર્સ્ટ યૂઝ નીતિ અંગે નિવેદન આપ્યુ હતુ, હવે આ બળપ્રયોગના નિવેદનને લઇને પાકિ્સ્તાન ચિંતામાં આવી ગયુ છે.


કાશ્મીર મુદ્દે ગભરાયેલા પાકિસ્તાને અનેકવાર ભારત સાથે યુદ્ધની વાત કહી છે. પીએમ ઇમરાન ખાનથી લઇને પાક મંત્રીઓએ પણ વારંવાર યુદ્ધ થવાની ધમકી આપી છે.