Big Statement Regarding PoK : દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ફરી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે PoKને પરત લેવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પીઓકેને પાછું લાવવું એ સંસદનો ઠરાવ છે. પીઓકેમાં જે પ્રમાણેની સ્થિતિ ઊભી થઈ છે ત્યાંના લોકો જ પાકિસ્તાનની વિરોધમાં છે. 


આઅગાઉ પણ રાજનાથ સિંહે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, તેણે (પાકિસ્તાને) પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં જે કર્યું છે તેની કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાન તેના કબજા હેઠળના કાશ્મીરમાં લોકો પર 'અત્યાચાર' કરી રહ્યું છે અને તેના પરિણામો ભયંકર હશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમે કાશ્મીરનું વિકાસ કાર્ય શરૂ કરી દીધું છે, અને અમે ત્યાં સુધી નહીં અટકીએ જ્યાં સુધી અમે ગિલગિટ-બાલ્ટિસ્તાન પહોંચી ના જઈએ. 


આર્મી ઓફિસર આપ્યા હતાં મોટા સંકેત


ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના અધિકારી લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પીઓકેને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સેના પીઓકે પર કાર્યવાહી કરવા તૈયાર છે. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ એમ પણ કહ્યું હતું કે, સરકારના આદેશની સાથે જ પીઓકેને ભારતમાં ભેળવી દેવાના ઓપરેશમાં લાગી જશે. તેમણે કહ્યું હતું કે, અમે કોઈ પણ કાર્યવાહી માટે તૈયાર છીએ, સરકાર જેવા આદેશ આપશે તે હિસાબે અમે કામ કરવા તૈયાર છીએ. ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને પણ ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, જો સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે. સરહદ પર શાંતિ જાળવવાની જવાબદારી બંને દેશોની છે, પરંતુ જો પાકિસ્તાન કોઈ પણ ખોટું પગલું ભરશે તો તેને પરિણામ ભોગવવા કરવા તૈયાર રહેવું પડશે. 


આર્મી નોર્ધન કમાન્ડના અધિકારી લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પરત લેવાનું નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદનને લઈ બોલિવૂડની અભિનેત્રી રિચા ચઢ્ઢાએ વિવાદાસ્પદ ટ્વિટ કરી હતી. જેને લઈને ભારે વિવાદ સર્જાયો હતો.  જોકે બાદમાં રિચા ચઢ્ઢાએ પણ ટ્વીટ ડિલીટ કરી દીધી હતી અને જાહેરમાં માફી માંગી હતી. 


રાજનાથે ભર્યો હુંકાર


આ દરમિયાન મંત્રી રાજનાથ સિંહે ફરી એકવાર PoKને પોતાનો વિસ્તાર જાહેર કર્યો છે. રાજનાથે કહ્યું હતું કે, પીઓકેમાં જે પ્રમાણેની સ્થિતિ ઊભી થઈ છે ત્યાંના લોકો જ પાકિસ્તાનની વિરોધમાં છે. મને લાગે છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિતિ ઉભી થશે. જે રીતે ત્યાં રહેનારા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. કદાચ પીઓકેના લોકો જ એ માંગની શરૂ કરી દેશે કે, તેઓ પાકિસ્તાન સાથે રહેવા માંગતા નથી પણ અમે ભારત સાથે ભળવા માંગીએ છીએ. તેણે (પાકિસ્તાને) પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં જે કર્યું છે તેની કિંમત ચૂકવવી પડશે. 


રાજનાથે કહ્યું હતું કે, પીઓકેને પાછું લાવવું એ સંસદનો ઠરાવ છે. આપણી સંસદનો જે પણ ઠરાવ દેશવાસીઓને યાદ કરાવવો એ ગુનો નથી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન તેના કબજા હેઠળના કાશ્મીરમાં લોકો પર 'અત્યાચાર' કરી રહ્યું છે અને તેના પરિણામો ભયંકર હશે. અમે કાશ્મીરનું વિકાસ કાર્ય શરૂ કરી દીધું છે, અને અમે ત્યાં સુધી નહીં અટકીએ જ્યાં સુધી અમે ગિલગિટ-બાલ્ટિસ્તાન પહોંચી ના જઈએ.