નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત પ્રદુષણ વધી રહ્યું છે. આ કારણે લોકોનુ જીવવાનુ મુશ્કેલ બની રહ્યું છે. હવે કેજરીવાલ સરકારે પ્રદુષણ પર કાબુ મેળવવા માટે મોટુ પગલુ કરવાની તૈયાર બતાવી છે. સોમવારે કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, તેની સરકાર રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન લગાવવા માટે તૈયાર છે. આની સાથે સરકારે કહ્યું કે આ વધુ સાર્થક રહેશે જો પાડોશી રાજ્યો અંતર્ગત આવનારા એનસીઆરમાં પણ લૉકડાઉન લગાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં વધતા પ્રદુષણના મામલાને જોતા સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની જબરદસ્ત ઝાટકણી કાઢી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે, જો જરૂર પડે તો બે દિવસનુ લૉકડાઉન લગાવી દે.






સુપ્રીમ કોર્ટ તરફથી મળેલા આદેશ બાદ દિલ્હી સરકારે શનિવારે ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. બેઠક બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ તરફથી સંપૂર્ણ લૉકડાઉન લગાવવાની સલાહ આપવામાં આવી છે. કોર્ટના આદેશને લઇને અમે પ્રસ્તાવ તૈયાર કરી રહ્યાં છીએ. તૈયાર પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટની આગળ મુકીશું. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં વધતા હવા પ્રદુષણને લઇને અરવિંદ કેજરીવાલ સરકાર આનાથી નિપટવા માટે પોતાના લેવલ પર કેટલાય ફેંસલા લઇ રહી છે. સરકારની કોશિશ છે કે જલદીમાં જલદી આ સમસ્યાને હલ કરવામાં આવે. કેરજરીવાલ સરકારે ફેંસલો લીધો છે કે આજથી 17 નવેમ્બર સુધી સ્કૂલ એક અઠવાડિયા સુધી બંધ કરી દેવામાં આવશે. વળી દિલ્હી બાદ હરિયાણા સરકારે પણ મોટુ પગલુ ભર્યુ છે. ખટ્ટર સરકારે ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને ઝઝ્ઝરમાં ચાલી રહેલી સ્કૂલોને 17 નવેમ્બર સુધી બંધ રાખવાનો ફેંસલો કર્યો છે. આ સંબંધમાં સરકારે રવિવારે આદેશ આપી દીધો કે આ તાત્કાલિક પ્રભાવથી લાગુ થઇ ગયો છે.