દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ સાથે મુલાકાત કરી હતી. મીટિંગ દરમિયા મંત્રી ગૌતમે મોહલ્લા માર્શલ તૈનાત કરવા પર મંજૂરી આપી દીધી છે. આ દરમિયાન એસસી અને એસટી સમાજની મહિલાઓ માટે વેલફેર સેલ બનાવવાની યોજના પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી મહિલા આયોગ બુરાડી વિસ્તારમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે સિવિલ ડિફેન્સ અધિકારીઓ સાથે મળીને મોહલ્લા માર્શલ નિયુક્ત કર્યા હતા. જેનું પરિણામ સંતોષકારક મળ્યું હતું. વિધાનસભા ચૂંટણીમાં જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં પણ આદ આદમી પાર્ટી તમામ વિસ્તારોમાં મહિલાઓની સુરક્ષા માટે મોહલ્લા માર્શલ તૈનાત કરવાનું વચન આપ્યું હતું.