જમ્મુ: એલઓસી પાસે પાકિસ્તાનની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપતા ભારતીય સેનાએ ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનો એક જવાનને ઠાર માર્યો હતો અને માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની સેનાને મોટું નુકસાન થયું છે.
પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ આઈએસપીઆરએ ગુરુવારે આપેલા નિવેદનમાં કહ્યું કે, એલઓસીની લીપા વેલીમાં ભારતીય સેનાની ફાયરિંગમાં પાકિસ્તાનના એક જવાનનું મોત થયું છે.
દિલ્હી સ્થિતિ ભારતીય સેના મુજબ કુપવાડા, લીપા વેલી અને નીલમ ઘાટીમાં પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. જેથી ફાયરિંગની આડમાં આતંકીઓને ઘૂસાડી શકાય. ભારતીય સેનાએ આ ફાયરિગં વિરુદ્ધ માત્ર જવાબી કાર્યવાહી કરી છે. તેમાં પાકિસ્તાની સેનાની ચોકીઓને અને અન્ય મહત્વના ઠેકાણાને મોટું નુકસાન પહોંચ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેએ પોતાના બે દિવસીય જમ્મુ કાશ્મીરની યાત્રા પરથી પરત ફર્યા બાદ કહ્યું હતું કે એલઓસી પર ભારતીય સેના ખૂબજ સતર્ક છે અને પાકિસ્તાનની કોઈ પણ નાપાક હરકત વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તૈયાર છે.
LOC પર ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનો સૈનિક ઠાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Feb 2020 07:11 PM (IST)
ભારતીય સેના મુજબ કુપવાડા, લીપા વેલી અને નીલમ ઘાટીમાં પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. જેથી ફાયરિંગની આડમાં આતંકીઓને ઘૂસાડી શકાય. ભારતીય સેનાએ આ ફાયરિગં વિરુદ્ધ માત્ર જવાબી કાર્યવાહી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -