Delhi Assembly Elections 2025 Result: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો શનિવારે (8 ફેબ્રુઆરી, 2025) જાહેર થયા હતા.  70 વિધાનસભા બેઠકોવાળી દિલ્હી વિધાનસભામાં  ભાજપની સરકાર બનશે તેવું લાગી રહ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે દિલ્હી વિધાનસભા ચૂંટણી લડી રહેલા સૌથી અમીર ઉમેદવાર કરનૈલ સિંહની ચર્ચા થઈ રહી છે. સવાલ એ છે કે કરનૈલ સિંહ જીત્યા કે હાર્યા ?

ભાજપના ઉમેદવાર કરનૈલ સિંહ દિલ્હીની શકુર બસ્તી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, જે 20 હજારથી વધુ મતોથી જીત્યા છે. આમ આદમી પાર્ટી તરફથી સત્યેન્દ્ર જૈન અને કોંગ્રેસ તરફથી સતીશ કુમાર લુથરા મેદાનમાં હતા. કારણ કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવારની વાત થઈ રહી છે. તો  અહીં ચૂંટણી લડનારા સૌથી અમીર ઉમેદવાર કરનૈલ સિંહ છે. ચૂંટણી પહેલા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે ભાજપના કરનૈલ સિંહે 259.67 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.

બીજા અને ત્રીજા નંબરે કોણ ?

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટ અનુસાર, રાજૌરી ગાર્ડનથી ચૂંટણી ઉમેદવાર મનજિંદર સિંહ સિરસા બીજા સ્થાને છે, જેમણે 248.85 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. આ પછી કૃષ્ણા નગરથી કોંગ્રેસના ગુરચરણ સિંહ પાસે 130.90 કરોડ રૂપિયાની સંપત્તિ છે. બીજેપીના નવી દિલ્હીના ઉમેદવાર પ્રવેશ સાહિબ સિંહ પાસે 115.63 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને AAPના ઉમેદવાર ધનવતી ચંદેલા પાસે 100.90 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

સત્યેન્દ્ર જૈનને કારમી હાર મળી હતી

જો આમ આદમી પાર્ટીના ઉમેદવાર સત્યેન્દ્ર જૈનની વાત કરીએ તો તેમને માત્ર 35871 વોટ મળ્યા છે. અહીં કોંગ્રેસ 5784 મત મેળવીને ત્રીજા સ્થાને રહી. 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપના સત્યેન્દ્ર જૈને શકુરબસ્તી બેઠક પરથી ભાજપના ઉમેદવારને 7 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.  

મુખ્યમંત્રીની રેસમાં આ નેતાઓના નામ

મુખ્યમંત્રીની રેસમાં પ્રવેશ વર્મા, મનોજ તિવારી અને વિરેન્દ્ર સચદેવા જેવા ચહેરાઓ સામેલ છે. જોકે, ભાજપ હંમેશા આશ્ચર્યજનક કરે છે. પ્રવેશ વર્માના મુખ્યમંત્રી બનવાની શક્યતાઓ વધારે છે. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે. પ્રવેશ વર્મા એક મોટો ચહેરો બની ઉભરી આવ્યા છે.  કેજરીવાલ નવી દિલ્હી સીટ પરથી 2013, 2015 અને 2020માં જીત્યા હતા.

દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ જ BJPના આ ધારાસભ્યએ CM પદ પર દાવો ઠોક્યો