Delhi Election Results 2025:  દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ જાણીતા કવિ અને પૂર્વ AAP નેતા કુમાર વિશ્વાસે X પર એક  જૂનો વીડિયો રીટ્વીટ કર્યો અને અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે.  આમાં તેઓ નામ લીધા વગર પાર્ટીને સલાહ આપતા જોવા મળે છે. વાસ્તવમાં, આમ આદમી પાર્ટી દિલ્હીની ચૂંટણીમાં ખરાબ રીતે હારી છે અને ભાજપ બમ્પર જીત તરફ આગળ વધી રહી છે. ભાજપ લગભગ 27 વર્ષ બાદ દિલ્હીમાં સત્તામાં વાપસી કરવા જઈ રહી છે. આમ આદમી પાર્ટીની કારમી હાર બાદ કુમાર વિશ્વાસે શેર કરેલા જૂના વીડિયોના કેપ્શનમાં લખ્યું છે.

ઈશારમાં  કુમાર વિશ્વાસની સલાહ

આ વીડિયોમાં કુમાર વિશ્વાસ આગળ કહેતા જોવા મળે છે કે જ્યારે પણ તમને એવું લાગવા લાગે કે તમે તમારી પોતાની બુદ્ધિમત્તા અને તાકાતના કારણે આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે, તો જરા એ લોકો વિશે વિચારો કે જેમના સપોર્ટ વિના તમારી સફર એટલી સરળ ન હોત.

દિલ્હી ચૂંટણીના પરિણામો પર અરવિંદ કેજરીવાલના ઘણા જૂના સાથીઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે. જેમાં હિન્દીના પ્રખ્યાત કવિ ડૉ. કુમાર વિશ્વાસનો પણ સમાવેશ થાય છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા તેમણે ભારતીય જનતા પાર્ટીને તેમની જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. કુમાર વિશ્વાસે કહ્યું- મને આશા છે કે ભાજપ દિલ્હીના મતદારોની આશાઓ અને અપેક્ષાઓ પર ખરા ઉતરશે અને તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરશે. તેમણે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પર જોરદાર નિશાન સાધ્યું. તેણે કહ્યું કે રામ અને કૃષ્ણની કૃપાથી જ હું આ સર્કસ (આમ આદમી પાર્ટી)માંથી બહાર આવી શક્યો છું.

કુમાર વિશ્વાસે કહ્યું, 'જ્યારે અમને મનીષ સિસોદિયા જંગપુરાથી હારી ગયાના સમાચાર મળ્યા ત્યારે મારી  પત્ની રડી પડી હતી. કારણ કે મનીષે તેને કહ્યું હતું કે તેની પાસે હજુ પણ તાકાત છે. મારી પત્નીએ જવાબ આપ્યો કે ભાઈ તાકાત કાયમ રહેતી નથી. હું તેમને ગીતા મોકલીશ. અરવિંદ કેજરીવાલનું નામ લીધા વિના તેમના પર ટિપ્પણી કરતા કુમાર વિશ્વાસે કહ્યું - 'મને તે વ્યક્તિ પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી, જેણે પોતાની અંગત મહત્વાકાંક્ષાઓ માટે અન્ના આંદોલનમાંથી ઉભરી રહેલા લાખો કાર્યકરોના સપનાને કચડી નાખ્યા. દિલ્હી હવે તેમનાથી મુક્ત છે. તેમણે પોતાની અંગત મહત્વકાંક્ષાઓ માટે AAP કાર્યકરોનો ઉપયોગ કર્યો હતો. આજે ન્યાય મળ્યો.' 

Delhi Cm Candidate: દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપની શાનદાર એન્ટ્રી, મુખ્યમંત્રી કોણ બનશે, આ નામો પર ચર્ચા