નવી દિલ્હી: દિલ્હી સરકાર સાથે જોડાયેલા સૂત્રો મુજબ દિલ્હીમાં 9 સપ્ટેમ્બરથી બાર ખુલશે. કેજરીવાલ સરકારના પ્રસ્તાવને ઉપરાજ્યપાલે મંજૂરી આપી દિધી છે. આ આદેશ બાદ દિલ્હીમાં પબ, બાર, રેસ્ટોરન્ટ અને હોટલમાં દારૂ સર્વ કરી શકાશે. કેંદ્ર સરકારના એસઓપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝરનું પાલન કરવાનું રહેશે.


ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં કેજરીવાલ સરકારે હોટલ અને સાપ્તાહિક બજાર ખોલવાની મજૂરી આપી હતી. સાત સપ્ટેમ્બરથી મેટ્રો સેવાઓ પણ શરૂ કરવામાં આવી રહી છે.

માર્ચ મહીનામાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા બાદ દેશભરમાં ભીડભાડવાળી જગ્યાઓને બંધ કરી દેવામાં આવી હતી. હવે આર્થિક ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. દિલ્હીમાં પણ કોરોના કેસની સંખ્યા વધી રહી છે. જો કે, સરકારે આર્થિક પ્રવૃત્તિઓ ખોલવા માટે વર્ગીકૃત અભિગમ અપનાવ્યો છે. હવે કેંદ્ર ફરીથી દિલ્હી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.