નવી દિલ્હી: ભારતીય રેલવેએ પહેલીવાર ટ્રેન મારફતે 100 ટ્રેક્ટર બાંગ્લાદેશ મોકલીને ઈતિહાસ રચી દીધો છે. રેલમંત્રી પીયુષ ગોયલે આ જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના દાદરીના કન્ટેનર ડેપો દ્વારા 100 ટ્રેક્ટરોને ટ્રેનમાં મુકવામાં આવ્યા, તેને બાંગ્લાદેશના બેનાપોલ મોકલવામાં આવી રહ્યાં છે.


ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે હાલમાં ભારતીય રેલવેની નિયમિત સેવાઓ બંધ છે. રેલવે માત્ર 200 વિશેષ ટ્રેનોનું સંચાલન કરી રહી છે.

તે સિવાય રાજધાની ટ્રેનોની સ્પીડ વધારીને 130 કિલોમિટર પ્રતિ કલાક કરવામાં આવી છે. પીયુષ ગોયલે અન્ય એક ટ્વીટ કરીને જણાવ્યું કે, રેલવેના મિશન રફ્તારને નવી સફળતા મળઈ છે. નવો કીર્તિમાન બનાવતા પટના-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેને આજે પહેલીવાર 130 કિમી પ્રતિ કલાકની ગતિ સાથે યાત્રા પુરી કરી, સામન્ય રીતે રાજધાની ટ્રેનોની સ્પીડ 100 થી 110 કિમી પ્રતિ કલાક હોય છે.