નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના એક દિવસીય બજેટ સત્ર આજે યોજાશે. કોરોના વાયરસના કારણે ચાર દિવસના બજેટ સત્રને ઘટાડીને એક દિવસનું કરી દેવામાં આવ્યું છે. દિલ્હીના નાણામંત્રી મનીષ સિસોદીયા વર્ષ 2020-21 માટે દિલ્હીનું બજેટ રજૂ કરશે. માનવામાં આવી રહ્યું છે કે આ બજેટમાં સરકાર દિલ્હીવાસીઓને હેલ્થ કાર્ડની જાહેરાત કરી શકે છે.બજેટમાં દિલ્હી બસો માટે વિવિઝ બસ ડેપોમાં મલ્ટીલેવલ બસ પાર્કિગની જાહેરાત થઇ શકે છે.


દિલ્હી વિધાનસભામાં નાણામંત્રી દ્ધારા બજેટ રદૂ કર્યા બાદ બજેટ પર ચર્ચા થશે નહીં. બજેટ સત્રમાં એલજીનું અભિભાષણ પર પણ ચર્ચા થશે  નહીં.. દિલ્હી સરકારનું  વર્ષ 2019-20 માટે 60 હજાર કરોડ રૂપિયાનું બજેટ હતું આ વર્ષે તેમાં લગભગ 10 ટકાનો વધારો કરવામાં આવી શકે છે.

દિલ્હી વિધાનસભામાં વિપક્ષ નેતા રામવીર સિંહ બિધૂડીએ બજેટ સત્રમાં પ્રશ્નકાળ ન હોવા પર દિલ્હી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. બિધૂડીએ કહ્યું કે,  દિલ્હી સરકાર લોકતંત્રનું ગળું દબાવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ દેશનું એકમાત્ર એવું ગૃહ હશે જ્યાં બજેટ પર ચર્ચા થઇ રહી નથી.