Arvind Kejriwal: દિલ્હી અરવિંદ  કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા છે. પંજાબના સીએમ ભગવંત માન અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ તેમની સાથે છે.


 






મુક્ત થયા બાદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા
જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે કહ્યું કે હું લાખો લોકોનો આભાર માનું છું. તેમણે કહ્યું કે લાખો લોકો મંદિરો અને મસ્જિદોમાં ગયા. તેણે કહ્યું, હું સાચો હતો, હું યોગ્ય હતો, તેથી ભગવાને મારો સાથ આપ્યો. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે કહ્યું કે, તેમના જેલના સળીયા કેજરીવાલની હિંમતને નબળી ન પાડી શકે. જે રીતે ભગવાને મને જે રસ્તો બતાવ્યો છે તે જ રીત હું કામ કરતો રહીશ. દેશ વિરોધી શક્તિઓ દેશને કમજોર કરવાનું કામ કરી રહી છે.. હું તેમની સામે લડતો રહ્યો છું અને લડતો રહીશ.


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 156 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા છે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે. તમને જણાવી દઈએ કે દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે પહેલાથી જ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. ત્યારબાદ ચર્ચા દરમિયાન સીબીઆઈ અને કેજરીવાલે પોતપોતાની દલીલો રજૂ કરી હતી.


 કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત


 






છેલ્લા 156 દિવસથી જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. દિલ્હીના સીએમને જામીન મળ્યા બાદ તેમની પાર્ટી આમ આદમી પાર્ટીમાં ઉજવણીનો માહોલ છે. કેજરીવાલને જામીન મળ્યા બાદ AAPના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ ભાજપ પર નિશાન સાધ્યું છે.


મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે  આજે ફરી જૂઠ અને ષડયંત્ર સામેની લડાઈમાં સત્યની જીત થઈ છે. ફરી એકવાર હું બાબા સાહેબ આંબેડકર જીની વિચારસરણી અને દૂરદર્શિતાને નમન કરું છું, જેમણે 75 વર્ષ પહેલાં સામાન્ય માણસને ભવિષ્યના કોઈપણ સરમુખત્યાર કરતાં વધુ મજબૂત કરી દીધો હતો.


આ પણ વાંચો...


Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?