Delhi Wrestlers Protest: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ધરણા પર બેઠેલા કુસ્તીબાજોને મળવા જંતર-મંતર પહોંચ્યા છે. આ દરમિયાન સીએમ કેજરીવાલે ભારત માતા કી જય અને ઈન્કલાબ ઝિંદાબાદના નારા લગાવીને કુસ્તીબાજોના સમર્થનમાં બોલવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે અમારી બહેનો સાથે ગેરવર્તન કરનાર આવા વ્યક્તિને તાત્કાલિક સજા અને ફાંસી આપવી જોઈએ.
સીએમ કેજરીવાલે વધુમાં કહ્યું કે, "જો આપણા દેશની કોઈ છોકરી સાથે કોઈ ગેરરીતિ થઈ હોય તો તેની તાત્કાલિક ધરપકડ કરીને ફાંસી પર લટકાવી દેવી જોઈએ. પરંતુ દુઃખની વાત છે કે જેમણે ભારતનું નામ રોશન કર્યું છે તેમને આજે જંતર પર બેસવું પડે છે. કોઈએ ખોટું કર્યું હોય તેની સામે એફઆઈઆર નોંધવા શું સમસ્યા છે?
આખો દેશ આ ખેલાડીઓ સાથે ઉભો છે'
મુખ્યમંત્રીએ કહ્યું કે ઓલિમ્પિક રમવાનું સપનું જોનાર દરેક યુવાનો તેમની સાથે ઉભા છે. આખો દેશ આ ખેલાડીઓની સાથે ઉભો છે. તેઓ એકલા નથી. જ્યારથી આ યુવતીઓ એફઆઈઆર નોંધવા માટે સંઘર્ષ કરી રહી છે, ત્યારથી મારા મગજમાં સવાલ આવી રહ્યો છે કે મોદી આવા વ્યક્તિને બચાવવાની કોશિશ કેમ કરી રહ્યા છે. તેમના એક માણસે ખેડૂતો પર ગાડી ચલાવી દીધી હતી, તેઓ તેના પર પણ પગલાં લેતા નથી. તેનો અર્થ એ છે કે તેમનો માણસ ગમે તેટલું કરે, ભલે તે તેની પુત્રીઓ સાથે દુર્વ્યવહાર કરે, તો પણ તેનો વાળ વાંકો નહીં થાય.
કુસ્તીબાજોના સમર્થનમાં જંતરમંતર પહોંચી પ્રિયંકા
રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દેશના ફેમસ કુસ્તીબાજો જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શનિવારે પ્રિયંકા ગાંધીએ વિરોધ સ્થળ પર પહોંચીને કુસ્તીબાજોને સમર્થન કર્યું હતું. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી શનિવારે (29 એપ્રિલ) સવારે કુસ્તીબાજોની હડતાળને સમર્થન આપવા જંતર-મંતર પહોંચ્યા. કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડા પણ તેમની સાથે હતા. જંતર-મંતર પર કુસ્તીબાજોના ધરણાનો શનિવારે સાતમો દિવસ છે. શુક્રવારે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR નોંધાયા બાદ પણ કુસ્તીબાજોની ધરણા પર છે.
પ્રિયંકા ગાંધી કુસ્તીબાજોને મળ્યા અન કહ્યું કે, 2 FIR નોંધવામાં આવી છે પરંતુ તેની નકલ મળી નથી. જ્યારે બે એફઆઈઆર નોંધાઈ છે તો કોપી કેમ આપવામાં આવી નથી. કોંગ્રેસ નેતાએ સવાલ ઉઠાવ્યો કે, તપાસ ચાલી રહી છે તો તેમણે હજુ સુધી રાજીનામું કેમ આપ્યું નથી. તેણે કહ્યું, એવી ઘણી યુવતીઓ છે જેમની સાથે આવું બન્યું છે. હું સમજવા માંગુ છું કે સરકાર તેમને કેમ બચાવી રહી છે. મને વડાપ્રધાન પાસેથી કોઈ આશા નથી. જ્યારે તમે મેડલ લાવ્યા હતા ત્યારે તમારાથી ગૌરવ અનુભવતા હતા ઘરે બોલાવ્યા હતા. હવે કેમ ફોન કરતા નથી. આ માણસ (બ્રિજભૂષણ શરણ સિંહ)ને બચાવવા માટે આટલું બધું કેમ કરવામાં આવી રહ્યું છે.