The Kashmir Files: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ પર પ્રતિક્રિયા આપી છે. વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપના લોકો માગ કરી રહ્યા છે કે ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવી જોઈએ. તેમણે કહ્યું કે તેઓ કહી રહ્યા છે કે કાશ્મીર ફાઈલ્સ ટેક્સ ફ્રી હોવી જોઈએ. અરે યુટ્યુબ પર મુકી દો, ફ્રી જ થી જશે. તમે તેને ટેક્સ ફ્રી કેમ કરો છો? જો તમને એટલો જ શોખ છે, તો વિવેક અગ્નિહોત્રીને કહો, તે યુટ્યુબ પર મૂકી દે. આખી ફિલ્મ જોવાઈ જશે.  બધા લોકો જોશે.. ટેક્સ ફ્રીની શું જરૂર છે.


 






આદર્શ ગુપ્તાએ ઉઠાવ્યા હતા સવાલો


દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે આ પ્રતિક્રિયા એવા સમયે આપી જ્યારે બીજેપી નેતા આદર્શ ગુપ્તાએ ધ કાશ્મીર ફાઈલ્સને દિલ્હીમાં ટેક્સ ફ્રી કરવાની માગ કરી છે. ભાજપ નેતાએ ફિલ્મને ટેક્સ ફ્રી ન કરવા પર કહ્યું કે, આમ આદમી પાર્ટીની માનસિકતા પુરી રીતે સામે આવી ગઈ છે જે જેએનયૂમાં ભારત તેરે ટૂકડે હોંગે જેવા નારોનું સમર્થન કરે છે. સર્જિકલ સ્ટ્રાઈક અંગે સવાલો કરે છે અને ભારતના ગૌરવ પર સવાવો ઉઠાવે છે.


બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે The Kashmir Files


બોલિવૂડ એક્ટર અનુપમ ખેર સ્ટારર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. કમાણી મામલે આ ફિલ્મે 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત ધ કાશ્મીર ફાઇલ્સની જંગી કમાણી સામે અન્ય તમામ રિલીઝ થયેલી ફિલ્મો પાછળ રહી ગઇ છે. ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન 200.13 કરોડ થઈ ગયું છે.


કાશ્મીર ફાઈલ્સ 200 કરોડના ક્લબમાં પહોંચી ગઈ છે


ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની કમાણીના લેટેસ્ટ આંકડા શેર કર્યા હતા. તેમણે કહ્યું કે કાશ્મીર ફાઇલ્સ 200 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઇ છે. તે કોરોના મહામારી બાદ સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. બીજા સપ્તાહમાં ફિલ્મે શુક્રવારે 19.15 કરોડ, શનિવારે 24.80 કરોડ, રવિવારે 26.20 કરોડ, સોમવારે 12.40 કરોડ, મંગળવારે 10.25 કરોડ, બુધવારે 10.03 કરોડની કમાણી કરી હતી.