નવી દિલ્હી: પોતાના ધારાસભ્યો પર થઈ રહેલા હુમલાના જવાબમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મોદી સરકાર સામે બુધવારે પલટવાર કર્યો છે. તેને પીએમ મોદી અને તેમની સરકાર પર ઘણા આરોપ લગાવ્યા છે. કેજરીવાલે પીએમ મોદી પર જોરદાર પ્રહાર કર્યા હતા અને પોતાની પાર્ટીના નેતાઓ સામે કાવતરું ઘડ્યું હોવાનું જણાવ્યું હતું. મોદી સરકાર પર કેજરીવાલે કરેલા આ 12 પ્રહારો.. 1. આમ આદમી પાર્ટીને કચડવાની કોશિશ કરવામાં આવી રહી છે. 2. મોદીજીના કહેવા ઉપર આ બધું થઈ રહ્યું છે. 3. મોદીજી ગુસ્સામા છે, જેથી તે ગંભરાઈ ગયા છે. 4. અમારા અને કેંદ્રના કામમાં તુલના થઈ રહી છે. 5. વિચાર્યા વગર નિર્ણય લઈ રહ્યા છે મોદી. 6. ગુસ્સામાં લીધેલો નિર્ણય દેશ માટે ખતરનાક સાબિત થાય છે. 7. મોદી સરકારથી વેપારીઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો, દલિત બઘાં નારાજ.. 8. મોદી દરેક જગ્યાએ ફેલ થઈ રહ્યા છે. 9. મોંઘવારીથી લોકોના ઘંઘા બંધ થઈ રહ્યા છે. 10. જેને પણ મોદી સરકાર ઉપર અવાજ ઉઠાવ્યો તેને કચડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પરંતુ મોદી અમારા હોસલાને કચડી શકતા નથી. 11. મને મરાવી શકે છે મોદી સરકાર. 12. આવનારા સમયમાં દમન વધારે થઈ શકે છે.