Delhi CM Attacked: દિલ્હીના મુખ્યમંત્રીના રાજ નિવાસ માર્ગ સ્થિત કેમ્પ ઓફિસમાં દર બુધવારે જન સુનાવણી યોજાય છે. જન સુનાવણી સવારે 7 વાગ્યે શરૂ થાય છે. દિલ્હીમાંથી લોકો તેમની ફરિયાદો લઈને ત્યાં પહોંચે છે. મુખ્યમંત્રી એક પછી એક બધા ફરિયાદીઓ સુધી પહોંચે છે. મુખ્યમંત્રી જેવા આરોપી પાસે પહોંચ્યા ત્યારે આરોપીએ તેમના પર હુમલો કર્યો હતો. પોલીસે આરોપીને પકડીને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
મુખ્યમંત્રીને તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ રાજેશ ખીમજી સાકરિયા જણાવ્યું છે. આરોપી 41 વર્ષનો છે અને રાજકોટનો રહેવાસી છે. દિલ્હી પોલીસ રાજકોટ પોલીસના સંપર્કમાં છે. રાજેશ સાકરિયા કોઠારીયા વિસ્તારમાં આવેલ ગોકુલ પાર્કમાં રહે છે. રાજેશ સાકરીયા ના પરિવારજનો અહીં વસવાટ કરે છે.
આરોપી રાજેશ સાકરિયાની માતાએ શું કર્યો દાવો ?
દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલો કરવાના આરોપી રાજેશ ભાઈ સાકરિયાની માતાનું નિવેદન પણ સામે આવ્યું છે. આરોપીની માતા ભાનુ બેને કહ્યું હતું કે, "મારો દીકરો એનિમલ લવર છે અને કૂતરાના મામલાથી દુઃખી હતો. તેથી જ તે દિલ્હી ગયો હતો." મહિલાએ કહ્યું કે તેનો દીકરો કહેતો હતો કે કૂતરાને મારવા જોઈએ નહીં, તેને રોટલી ખવડાવવી જોઈએ. તેણીએ એવો પણ દાવો કર્યો છે કે આરોપી રાજેશ સાકરિયાનો કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ સંબંધ નથી.
દિલ્હી પોલીસે પણ આ ઘટનાની પુષ્ટી કરી છે અને ગૃહ મંત્રાલયને તેના વિશે જાણ કરવામાં આવી છે. આરોપી વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે ગુજરાતના રાજકોટનો રહેવાસી છે. આરોપીએ પોતાનું નામ રાજેશ ભાઈ ખીમજી ભાઈ સાકરિયા જણાવ્યું છે. તે 41 વર્ષનો છે અને પોલીસ કસ્ટડીમાં તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે દસ્તાવેજો સોંપ્યા પછી આ વ્યક્તિએ અચાનક મુખ્યમંત્રી પર હુમલો કર્યો હતો. આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકરે જણાવ્યું હતું કે આરોપીના કોઈપણ રાજકીય પક્ષ સાથે સીધા જોડાણની પુષ્ટિ થઈ નથી, પરંતુ હુમલા પહેલાના તેના નિવેદનો સૂચવે છે કે તે દિલ્હીમાં તેના પદથી અસંતુષ્ટ કોઈ પક્ષ સાથે સંકળાયેલ હોઈ શકે છે.