નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ભાજપ નેતા વિરૂદ્ધ આપત્તિજનક ટ્વીટ કરવા મુદ્દે દિલ્હીની કોર્ટે 7 ઓગસ્ટ પહેલાં કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન અને દિલીપ પાંડેને પણ કોર્ટે આ કેસમાં સમન કરીને હાજર થવા આદેશ આપ્યા છે.


ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સપ્ટેમ્બર 2018માં ભાજપના નેતા વિરૂદ્ધ આપત્તિજનક ટ્વીટ કરી હતી. જેને લઈને ભાજપના પૂર્વાચલ મોર્ચાના લીગલ સેલના સંયોજક રાજેશ કુમારે કેજરીવાલ સામે કોર્ટમાં માનહાનિનો કેસ કર્યો હતો.