તેમણે પોતાના નિવેદનમાં કહ્યું, અમારી પાર્ટી બહુજન સમાજ પાર્ટીમાં પૈસા લઈને ટિકિટ આપવામાં આવે છે. કોઈ વધારે પૈસા આપે તો પહેલાની ટિકિટ કાપીને બીજાને આપવામા આવે છે. ત્રીજો કોઈ વધારે પૈસા આપે તો બંનેની ટિકિટ કાપી નાખવામાં આવે છે. તેમણે કહ્યું, પૈસાના કારણે ચૂંટણીને અસર થઈ રહી છે. ગરીબ લોકો ચૂંટણી નથી લડી શકતા પાર્ટીઓમાં ટિકિટ માટે પૈસાની લેવડ-દેવડ થાય છે. અમારી પાર્ટીમાં પણ થાય છે.
આ પ્રથમવાર નથી કે જ્યારે બસપા સુપ્રીમો માયાવતીની બહુજન સમાજ પાર્ટી પર પૈસા લઈને ટિકિટ આપવાનો આરોપ લાગ્યો હોય. આ પહેલા પણ ઘણા નેતાઓ બસપા પર પૈસા લઈને ટિકિટ આપવાનો આરોપ લગાવી ચૂક્યા છે.