દિલ્હીમાં એક વાર ફરીથી કોરોનાનો રેકોર્ડ તુટ્યો છે. આજે દેશની રાજધાનીમાં કોરોનાના નવા 1367 કેસ નોંધાયા છે. આ સાથે એક દર્દીનું મોત પણ થયું હતું. આજે નોંધાયેલા કેસ બાદ કોરોના સંક્રમણનો દર 4.5 ટકા પર પહોંચી ગયો છે. કાલે દિલ્હીમાં કોરનાના નવા 1204 કેસ નોંધાયા હતા. ત્યારે એક જ દિવસમાં ફરીથી કોરોના કેસમાં વધારો જોવા મળ્યો હતો.


બુધવારની કોરોનાની આંકડાકીય માહિતી જોઈએ તો, દિલ્હીમાં કુલ 30346 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કેટલાક દિવસોની સરખામણીમાં આ આંકડો મોટો માની શકાય. પરંતુ સારી વાત એ પણ છે કે, કોરોના કેસમાં વધારો થયા બાદ પણ દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર 4 ટકા પર યથાવત રહ્યો છે. સરકાર હાલ કોરોના ટેસ્ટિંગ વધારી રહી છે અને કેસોનું ટ્રેસિંગ કરવા પર ભાર મુકી રહી છે. 


વધતા જતા કેસોને જોતા દિલ્હી સરકાર દ્વારા તમામ હોસ્પિટલોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. 65 હજારથી વધુ બેડ વધારવાની તૈયારી ચાલી રહી છે, સરકારી હોસ્પિટલોમાં બૂસ્ટર ડોઝ ફ્રી કરવામાં આવ્યા છે અને કોરોના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓને લઈને માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે. આ વખતે લોકડાઉન કરવાને બદલે સાવચેતી રાખવા પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ કારણોસર, દિલ્હી સરકારે કહ્યું છે કે, જ્યારે શાળામાં કોરોના કેસ આવે ત્યારે જ તે વર્ગને બંધ કરવામાં આવે. તેવી જ રીતે જો આખી શાળાને બંધ કરવાનો નિર્ણય લેવો હોય તો તે શાળાના વહીવટીતંત્ર દ્વારા જ લેવામાં આવે.


COVID-19 vaccine: ફરી એકવાર દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સાવચેતીઓ રાખવામાં આવી રહી છે. આ સાથે કોરોના રસીના બૂસ્ટર ડોઝને ઝડપથી લોકોને અપાઈ જાય તેના ઉપર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હવે આ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રસીના બીજા અને ત્રીજા ડોઝ વચ્ચેના દિવસોના અંતરને ઘટાડી શકે છે.


સરકાર બહાર પાડી શકે છે માર્ગદર્શિકાઃ
તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસીના ત્રીજા એટલે કે પ્રિકોશન ડોઝ લેવાની મંજૂરી આપી હતી. પરંતુ તેની સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે ઓછામાં ઓછું 9 મહિનાનું અંતર હોવું જોઈએ. એટલે કે, જો તમે જાન્યુઆરી 2022માં બીજો ડોઝ લીધો હોય, તો તમે સપ્ટેમ્બર 2022 માં બૂસ્ટર ડોઝ લઈ શકો છો.