નવી દિલ્હી: દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા બુધવારે કોરના વાયરસથી સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર આમ આદમી પાર્ટીના 48 વર્ષીય નેતા સરકારી લોક નાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મનીષ સિસોદિયા 14 સપ્ટેમ્બરે કોરોના સંક્રમણ મળી આવ્યા હતા. તેના બાદ તેઓ આઈસોલેશનમાં હતા.
અહેવાલ અનુસાર મનીષ સિસોદીયાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું જણાવ્યું હતું અને ઑક્સીજન લેવલમાં પણ ઘટાડો થઈ રહ્યો હતો. એવામાં દિલ્હીની લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પહેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમની સ્થિતિ વધુ બગડતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં પ્લાઝમાં થેરાપી કરવામાં આવી હતી. સત્યેન્દ્ર જૈન કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. મનીષ સિસોદિયાની હાલત હાલમાં સ્થિર છે. હોસ્પિટલ મેડિકલ બુલેટિન જાહેર કરીને તેમના સ્વાસ્થ્ય અંગેને જાણકારી આપશે.
કોરોના સંક્રમિત દિલ્હીના ડેપ્યૂટી CM મનીષ સિસોદિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Sep 2020 07:55 PM (IST)
અહેવાલ અનુસાર મનીષ સિસોદીયાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું જણાવ્યું હતું અને ઑક્સીજન લેવલમાં પણ ઘટાડો થઈ રહ્યો હતો. એવામાં દિલ્હીની લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -