Education Loan Information:
Calculate Education Loan EMIમોદી સરકાર સ્કૂલ કોલેજના દરેક વિદ્યાર્થીને ફી ભરવા માટે 11 હજાર રૂપિયા આપશે ? કઈ વેબસાઈટ પર થઈ રહી છે આ જાહેરાત ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Sep 2020 06:15 PM (IST)
આ વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ છેલ્લા ઘણાં દિવસોથી સોશિયલ મીડિયા પર લોકો એક પોસ્ટ ખૂબ શેર કરી રહ્યા છે. તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદી સરકાર સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થીઓને 11 હજાર રૂપિયા આપશે, જેમાંથી તેઓ પોતાની ફી ભરી શકે. આ વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે. એટલું જ નહીં આ પોસ્ટમાં એક લિંક પણ આપવામાં આવી છે, જેના પર ક્લિક કરીને ડિટેલ્સ ભરવાની છે. આ પોસ્ટ વાયરલ થયા બાદ હવે સરકાર તરફથી આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકાર તરફથી PIB Factએ દાવો કર્યો છે કે આ વેબસાઈટ નકલી છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એટલું જ નહીં, પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું કે, આ પોસ્ટ પર આપવામાં આવેલ કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરવું અને કોઈ પણ વ્યક્તિગત જાણકારી કોઈ સાથે શેર ન કરવી. ગુજરાતની હાલારી ગધેડીનું દૂધ 7000 રૂપિયે લિટરમાં વેચાયું, જાણો ક્યા રોગના ઈલાજમાં છે અક્સીર ? રાજ્યમાં કેટલી શાળાઓ બંધ કરવામાં આવી હોવાની સરકારે વિધાનસભામાં કરી ચોંકાવનારી કબૂલાત, જાણો વિગત સાઉદી અરબે ભારતથી આવતા અને જતા મુસાફરો પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ