નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તમામ 70 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. બપોરના એક વાગ્યા સુધીમાં 19.37 ટકા મતદાન થયું છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીતનો દાવો કર્યો છે.


સ્વામીએ ટ્વિટ કરતા લખ્યું કે,ઝાડુને મારા મત વગર પણ પર્યાપ્ત મત મળી રહ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીના આ ટ્વિટને જોઈને લાગે છે કે તેઓ આ વર્ષે બજેટથી ખુશ નથી અને તેમણે ટ્વિટના માધ્યમથી નિર્મલા સીતારમણ પર નિશાન સાધવાની કોશિશ કરી છે.


સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરતા લખ્યું, ઝાડુને મારા મત વગર પણ પર્યાપ્ત મત મળી રહ્યા છે. બજેટ ગુગલી બાદ મારે વિશેષ રીતે આપણા ભાજપના કાર્યકર્તાઓ સાથે ઉભા રહેવું પડશે. ભાજપ નેતાના આ ટ્વિટને નાણા મંત્રી નિર્મલા સીતારમણ પર નિશાન સાધવાને લઈને પણ જોવામાં આવી રહ્યું છે.

અમિત શાહ અને મનોજ તિવારી દિલ્હીમાં ચૂંટણી પહેલા આપની જીતનો દાવો કર્યો હતો. ત્યારે આજે ભાજપના જ નેતા સુભ્રમણ્યમ સ્વામીએ AAPને પર્યાપ્ત મત મળી રહ્યાં હોવાનું સ્વીકાર્યુ છે.