નવી દિલ્હી: રાજધાની દિલ્હીની રોહિણી વિસ્તારમાં એક મહિલા પોલીસ અધિકારીની હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે, ગોળી મારનાર પોલીસ અધિકારીએ પણ જાતને ગોળી મારીને આપઘાત કર્યો છે. આરોપી મહિલા સાથે દિલ્હી પોલીસમાં સબ-ઈન્સ્પેક્ટરના પદ પર ફરજ બજાવતો હતો. શનિવારે આરોપી દીપાંશુનો મૃતદેહ હરિયાણાના કરનાલમાંથી મળી આવ્યો હતો.
નોંધનીય છે કે, પટપડગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં એસઆઈ પ્રીતિ અહલાવત રોહિણી વિસ્તારમાં મૃત મળી આવી હતી. રોહિણી ઈસ્ટ મેટ્રો સ્ટેશન નજીક તેણીને ગોળી મારવામાં આવી હતી. મૃતક પ્રીતિ વર્ષ 2018માં દિલ્હી પોલીસમાં ભરતી થઈ હતી. આ ઘટના શુક્રવાર રાત્રે 9:30 વાગ્યાની આસપાસ બની હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી જાણકારી મેળવવાની શરૂ કરી ત્યારે ચોંકાવનારી માહિતી સામે આવી હતી. એસઆઈ પ્રીતિને ગોળી મારનાર વ્યક્તિ તેનો જ સાથી દિલ્હી પોલીસનો ઈન્સ્પેક્ટર હતો. શનિવારે આરોપી સબ ઈન્સ્પેક્ટર દીપાંશુનો મૃતદેહ હરિયાણાના કરનાલમાંથી મળી આવ્યો હતો. હાલ પોલીસ આ મામલાની વધારે તપાસ કરી રહી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ, સબ-ઈન્સ્પેક્ટર પ્રીતિ મૃત અવસ્થામાં મળી આવી હતી. તેના શરીર પર ગોળી વાગવાના અનેક નિશાન હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે, પ્રીતિ રોહિણી ઈસ્ટ મેટ્રો સ્ટેશન ખાતેથી રાત્રે 9.30 વાગ્યે પોતાના ઘરે જવા નીકળી હતી. આ સમયે એક અજાણી વ્યક્તિ આવે છે. પિસ્ટલ કાઢે છે અને તેના માથા પર ગોળી મારી દે છે. પ્રીતિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા.
દિલ્હીમાં સબ-ઈન્સ્પેક્ટરની હત્યા કરી પોલીસ અધિકારીએ પણ આપઘાત કર્યો? જાણો ચોંકાવનારી માહિતી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Feb 2020 11:11 AM (IST)
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ, સબ-ઈન્સ્પેક્ટર પ્રીતિ મૃત અવસ્થામાં મળી આવી હતી. તેના શરીર પર ગોળી વાગવાના અનેક નિશાન હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -