Delhi Election Results: AAPની આંધીમાં કોંગ્રેસનું સતત બીજી વખત ન ખૂલ્યું ખાતું, જાણો ભાજપને માત્ર કેટલી બેઠક મળી

આ વખતે આમ આદમી પાર્ટીએ તમામ 70 સીટ પર ઉમેદવારો ઉતાર્યા હતા. ભાજપે 67 અને કોંગ્રેસ 66 સીટ પર ઉમેદવારો ઉતાર્યા હતા

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 11 Feb 2020 10:36 PM

વિકાસના એજન્ડા પર દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલે જીતની હેટ્રિક લગાવી દીધી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની 70 સીટ પૈકી આમ આદમી પાર્ટી(AAP)ને 62 અને ભારતીય જનતા પાર્ટી(BJP)ને 8 સીટ મળી છે. કોંગ્રેસ સતત બીજી વખત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી શકી નથી.

વિકાસના એજન્ડા પર દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલે જીતની હેટ્રિક લગાવી દીધી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની 70 સીટ પૈકી આમ આદમી પાર્ટી(AAP)ને 62 અને ભારતીય જનતા પાર્ટી(BJP)ને 8 સીટ મળી છે. કોંગ્રેસ સતત બીજી વખત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી શકી નથી.
ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે રાત્રે 9.10 કલાક સુધીમાં દિલ્હીની 70 પૈકી 65 સીટના પરિણામ જાહેર થયા છે. જેમાં આમ આદમી પાર્ટી(AAP)નો 58 અને 7 સીટ પર ભાજપ(BJP)નો વિજય થયો છે. જ્યારે 4 પર આમ આદમી પાર્ટી લીડમાં છે, ભાજપ 1 બેઠક પર આગળ છે. કોંગ્રેસનું ક્યાંય નામ નિશાન નથી.


અરવિંદ કેજરીવાલની આ જીત પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટ કરી શુભેચ્છાઓ આપી છે. પીએમ મોદીએ કહ્યું, 'દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત માટે AAP અને શ્રી અરવિંદ કેજરીવાલજીને શુભેચ્છાઓ. દિલ્હીના લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે તેમને ખૂબ શુભકામનાઓ.'
ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે સાંજે 7.10 કલાક સુધીમાં દિલ્હીની 70 પૈકી 54 સીટના પરિણામ જાહેર થયા છે. જેમાં આમ આદમી પાર્ટી(AAP)નો 48 અને 6 સીટ પર ભાજપ(BJP)નો વિજય થયો છે. જ્યારે 14 પર આમ આદમી પાર્ટી લીડમાં છે, ભાજપ 2 બેઠક પર આગળ છે.
શાનદાર જીત બાદ કેજરીવાલ પ્રાચીન હનુમાન મંદિરમાં દર્શન કરવા માટે મનીષ સિસોદિયા સાથે પહોંચ્યા હતા.
ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે સાંજે 6.22 કલાક સુધીમાં દિલ્હીની 70 પૈકી 42 સીટના પરિણામ જાહેર થયા છે. જેમાં આમ આદમી પાર્ટી(AAP)નો 38 અને 4 સીટ પર ભાજપ(BJP)નો વિજય થયો છે. જ્યારે 24 પર આમ આદમી પાર્ટી લીડમાં છે, ભાજપ 4 બેઠક પર આગળ છે.

મનોજ તિવારીએ કહ્યું કે, અમે ચૂંટણી પર હારની સમીક્ષા કરીશું અને હારના કારણોનું મંથન કરીશું. જ્યારે પરિણામ આશા પ્રમાણે નથી આવતા ત્યારે નિરાશ થવાય છે પરંતુ ભાજપ તેનાથી પણ આગળનું વિચારશે.


દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ વિધાનસભા ચૂંટણી પરિણામનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ટ્વીટ કરીને દિલ્હીના મતદાતાઓને આભાર માન્યો છે અને કેજરીવાલને શુભેચ્છા પાઠવી હતી.

અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી 63થી વધુ સીટો પર આગળ ચાલી રહી છે અને ભાજપ માત્ર 7 સીટ પર અટકી છે. અત્યાર સુધીના વલણો પરથી એ સ્પષ્ટ છે કે દિલ્હીમાં ત્રીજીવાર કેજરીવાલની સરકાર બનવા જઈ રહી છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું પ્રભુ હનુમાનજીનો પણ ખૂબ ખૂભ આભાર વ્યક્ત કરવા માંગું છું કે જેમણે દિલ્હી પર પોતાની કૃપા વરસાવી. આજે મંગળવાર છે અને તેમણે પોતાનો આશીર્વાદ દિલ્હીને આપ્યો છે. હું પ્રાર્થના કરું છે હંમેશા તેમનો આશીર્વાદ દિલ્હીને રહે અને દિલ્હીને સુંદર અને ખૂબજ સ્વચ્છ બની રહે.

કેજરીવાલે કહ્યું કે, દિલ્હીના લોકોએ એક નવી રાજનીતિને જન્મ આપ્યો છે‘કામની રાજનીતિ’. આ દેશ માટે એક શુભ સંકેત છે હું AAPના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું, જેઓએ મનથી માર્ટીને જીતાડવા માટે કામ કર્યું. દિલ્હીના લોકોએ ગજબ કરી દીધું.

અરવિંદ કેજરીવાલે મંચ પરથી દિલ્હીવાસીઓનો આભાર માનતા કહ્યું કે, ત્રીજી વખત આપના પુત્ર પર વિશ્વાસ મુકવા બદલ દિલ્હીવાસીઓને હ્રદયથી આભાર વ્યક્ત કરું છું.

કેજરીવાલે કહ્યું કે, દિલ્હીની જનતાએ સાબિત કરી દીધું છે કે, તેઓ એવી સરકાર માટે વોટ કરશે, જે સ્કૂલ બનાવશે, વિકાસના કામો કરશે અને લોકોની જરૂરીયાતો પણ ધ્યાન આપશે.

અરવિંદ કેજરીવાલ હાલમાં આમ આદમી પાર્ટીના ઓફિસ પહોંચી ગયા છે, અને જનતાને સંબોધન કરી રહ્યાં છે.

આમ આદમી પાર્ટીની ઓફિસથી ગોપાલ રાયે કહ્યું કે અરવિંદ કેજરીવાલ માટે દિલ્હીની જનતાએ એ વાતને સાબિત કરી દીધી
છે કે, જ્યારે જ્યારે વિકાસ અને નફરત વચ્ચે જંગ થઈ છે, ત્યારે નફરત હારી છે. લોકોના દિલોમાં નફરત ફેલાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં હતો, તેમને જનતાએ નકારી દીધા છે.
દિલ્હીમાં કેજરીવાલની સુનામી ફરી એકવાર જોવા મળી છે. સતત ત્રીજીવાર રાજ્ય પર જીત મેળવી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બપોરે 3.30 કલાકે પ્રેસ કૉન્ફરન્સ કરશે.
પટપડગંજ બેઠક પરથી દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાની જીત થઇ છે, 2000 હજાર મતોથી ભાજપના ઉમેદવારને હાર આપી છે.
પટપડગંજ બેઠક પરથી દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા આગળ નીકળ્યા, 13 રાઉન્ડની ગણતરી બાદ 3129 મતોથી આગળ ચાલી રહ્યાં છે. સાત રાઉન્ડ સુધી મનિષ સિસોદિયા બીજેપીના ઉમેદવાર રાજેન્દ્ર સિંહ નેગીથી પાછળ ચાલી રહ્યાં હતા.
તાજા વલણો પ્રમાણે, આમ આદમી પાર્ટીને 62 બેઠકો અને બીજેપીને 8 બેઠકો મળી રહી છે. કોંગ્રેસ હજુ પણ શૂન્ય પર જ અટક્યુ છે. એટલે કે બીજેપીને બેઠકો ઓછી થતી દેખાઇ રહી છે. આ પહેલા બીજેપી 13 બેઠકો પર આગળ ચાલી રહી હતી.
ત્રણ કલાક બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રહલાદ સિંહ સાહનીના ખાતામાં 12000 થી વધુ મતો આવી ગયા છે, જ્યારે ગત ટર્મમાં ધારાસભ્ય રહી ચૂકેલી અલકા લાંબાને માત્ર 2.99 ટકા એટલે કે 404 મત મળ્યા છે. વળી બીજેપી ઉમેદવાર સુમન કુમાર ગુપ્તાની સ્થિતિ સૌથી વધુ ખરાબ થઇ ગઇ છે, તે અલકા લાંબા કરતા પણ પાછળ ચાલી રહી છે.
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા પટપડગંજ બેઠક પરથી આગળ નીકળ્યા
મુખ્યમંત્રી કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ખુબ આગળ ચાલી રહ્યાં છે, ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે, હજુ સુધી નવી દિલ્હી બેઠક પરથી ત્રણ રાઉન્ડની ગણતરી થઇ છે.
બલ્લીમારાન, મોતીનગર, જનકપુરી, દ્વારકા, કરાવલ નગર, ઘોંડા, દિલ્હી કેન્ટ, બવાના, રોહિણી, શાલીમાર બાગ, ત્રિનગર, તુગલકાબાદ, કાલકાજી, વિશ્વાસ નગર અને કૃષ્ણા નગરથી બીજેપી આગળ છે.
માદીપુર, રાજૌરી ગાર્ડન, વિકાસપુરી, ઉત્તમ નગર, આદર્શનગર, બાદલી, રિઠાના, મુંડકા, નાંગલોઇ જાટ, મંગોલપુરી, ચાંદની ચોક, મટિયા મહલ, કરોલ બાગ, પટેલ નગર, તિલક નગર, હરિ નગર, વજીરપુર, મૉડલ ટાઉન અને સદન બજારમાં આમ આદમી પાર્ટી આગળ છે.
નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ લગભગ બે હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. વળી કપિલ મિશ્રા 100 મતોથી આગળ ચાલી રહ્યાં છે. શરૂઆતી વલણોમાં આમ આદમી પાર્ટીની બેઠકો ઘટી રહી છે અને બીજેપીની બેઠકો વધી રહી છે.
અત્યાર સુધીના વલણો અનુસાર, આમ આદમી પાર્ટી 53 બેઠકો અને બીજેપી 16 બેઠકો પર આગળ ચાલી રહી છે.
પૉસ્ટલ બેલેટ બાદ હવે ઇવીએમના મતોની ગણતરી શરૂ થઇ ગઇ છે. શરૂઆતી વલણોમાં કોંગ્રેસનુ ખાતુ ખુલી ગયુ છે. બલ્લીમારાન બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર હારુન યુસુફ આગળ ચાલી રહ્યાં છે.
મનાઇ રહ્યું છે કે, આજે સાંજે કેજરીવાલ જીત બાદ દિલ્હીમાં રૉડ શૉ કરી શકે છે.
આમ આદમી પાર્ટી સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાર્ટી કાર્યાલય પહોંચ્યા, કાર્યાલયમાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર છે. દિલ્હીના ઉમ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અને રાજ્યસભા સાસંદ સંજય સિંહ પણ પાર્ટી ઓફિસમાં હાજર છે.
નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલ આગળ, મનિષ સિસોદિયા પણ આગળ
શરૂઆતી વલણોમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી, શરૂઆતી વલણો પ્રમાણે, 53 બેઠકોમાંથી આપને 38 બેઠકો, બીજેપીને 15 બેઠકો પર આગળ, વળી કોંગ્રેસ પોતાનુ ખાતુ પણ નથી ખોલાવી શકી. હજુ પૉસ્ટલ બેલેટની ગણતરી ચાલી રહી છે.
શરૂઆતી વલણોમાં આપ આગળ, આપ 38 બેઠકો પર આગળ, બીજેપી 15 આગળ, કોંગ્રેસ શૂન્ય પર.
શરૂઆતી વલણોમાં કેજરીવાલની પાર્ટી સૌથી આગળ, બીજેપી બીજા નંબરે, જ્યારે કોંગ્રેસ ખાતુ પણ નથી ખોલાવી શકી.
મતગણતરીમાં આમ આદમી પાર્ટી આગળ બીજેપી બીજા નંબરે
પૉસ્ટલ બેલેટની ગણતરી શરૂ, શરૂઆતી વલણોમાં આમ આદમી પાર્ટીને લીડ મળી
2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપે તમામ સાત સીટો પર વિજય મેળવ્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં મળેલા વોટ શેરના આધારે ભાજપને 65 અને કોંગ્રેસને 5 સીટ મળી શકે છે. આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થતાં નજરે પડે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 56 ટકા, કોંગ્રેસને 22.5 ટકા અને આમ આદમી પાર્ટીને 18.1 ટકા વોટ મળ્યા હતા.
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે રવિવારે જણાવ્યું કે, સૌથી વધારે 71.6 ટકા મતદાન બલ્લીમારાનમાં થયું. જ્યારે સૌથી ઓછું મતદાન 45.4 ટકા દિલ્હી કેંટમાં થયું. શાહીનબાગ જેમાં આવે છે તે ઓખલા વિધાનસભામાં 58.54 મતદાન થયું હતું. દિલ્હીમાં વોટિંગ માટે 13750 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની રેસમાં આજે મોટુ પરિણામ આવવા જઇ રહ્યું છે. આના પર રાજકીય પક્ષો આમ આદમી પાર્ટી, બીજેપી, અને કોંગ્રેસ નેતાઓ પોતાના મત મંતાતરો રજૂ કરી રહ્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની રેસમાં આજે મોટુ પરિણામ આવવા જઇ રહ્યું છે. આના પર રાજકીય પક્ષો આમ આદમી પાર્ટી, બીજેપી, અને કોંગ્રેસ નેતાઓ પોતાના મત મંતાતરો રજૂ કરી રહ્યા છે.  આ વખતે આમ આદમી પાર્ટીએ તમામ 70 સીટ પર ઉમેદવારો ઉતાર્યા હતા. ભાજપે 67 અને કોંગ્રેસ 66 સીટ પર ઉમેદવારો ઉતાર્યા હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.