ભાજપ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી રહેલી JDU બુરાડી, સંગમ, વિહારમાં અને એલજેપી સીમાપુરીમાં બીજા નંબરે રહી હતી. કૉંગ્રેસ ખુદ મોટાભાગની સીટો પર ત્રીજા નંબરે રહી હતી અને તેની સહયોગી આરજેડી ઉત્તમ નગર, કિરાડીમાં પાંચમાં અને પાલમ, બુરાડીમાં ચોથા નંબરથી આગળ વધી શકી નથી. ઉત્તમ નગર, પાલમ, કિરાડી અને આરજેડીમાં ઉમેદવારોનો નોટીથી પણ ઓછા મત મળ્યા હતા.
વિકાસના એજન્ડા પર દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલે જીતની હેટ્રિક લગાવી દીધી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની 70 સીટ પૈકી આમ આદમી પાર્ટી(AAP)ને 62 અને ભારતીય જનતા પાર્ટી(BJP)ને 8 સીટ મળી છે. કોંગ્રેસ સતત બીજી વખત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી શકી નથી.