જમ્મુ પોલીસે કાશ્મીર પોલીસની મદદથી જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠનના ત્રણ મોટા આંતકીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આતંકીઓ આશરે બે મહિનાઓ પહેલા જમ્મુના હીરાનગર સેક્ટરમાં ઘુસણખોરી કરી એક ટ્રેકમાં બેસી કાશ્મીર પહોંચ્યા હતા. આ ત્રણેય આતંકીઓને જમ્મુ પોલીસે રિમાન્ડ પર લઈ લીધા છે અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે.
જમ્મુ પોલીસનું માનવામાં આવે તો પકડાયેલા ત્રણેય આતંકીઓની ઓળખ બડગામના સોહેલ લોન, પુલવામાના સોહેબ મંજૂર અને પુલવામાના જ જહૂર અહમદ ખાનના રૂપમાં થઈ છે. પકડાયેલા આતંકીઓમાંથી એક જૈશ એ મોહમ્મદના કમાન્ડર જાહિદ ટાઈગરનો ભાઈ છે, જ્યારે જહૂર સમીર ડારનો પિતરાઈ ભાઈ છે. ઉલ્લેખનીય છે કે સમીર ડારને જમ્મુ પોલીસે 31 જાન્યુઆરીએ નગરોટાામાં થયેલા એન્કાઉન્ટરમાં જીવતો પકડ્યો હતો.