ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, લોકોના કામની સામે તથાકથિત રાષ્ટ્રીય વિચોરોવાળી સરકાર હારી ગઈ. ઉદ્ધવે કહ્યું કેંદ્રમાં રહેલા મોટા મહારથિઓએ પોતાની પૂરી તાકાત લગાવી, મોટો-મોટા નામોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા, અરવિંદ કેજરીવાલની તુલના આતંકવાદી સાથે કરી, સામાન્ય લોકોના વિષયને નજરઅંદાજ કરી અંતરરાષ્ટ્રીય વિષયને ચૂંટણી મુદ્દો બનાવી લોકોનું ઘ્યાન ભટકાવવાની કોશિશ કરી.આ બધુ કરવા છતા અરવિંદ કેજરીવાલને ન હરાવી શક્યા. લોકો આપ સાથે ઉભા રહ્યા અને લોકતંત્ર પર વિશ્વાસ વધારે મજબત કર્યો. દિલ્હીની જનતા અને અરવિંદ કેજરીવાલને હું મહારાષ્ટ્ર અને શિવસેનાની તરફથી દિલથી અભિનંદન કરુ છું. અરવિંદ કેજરીવાલને ભવિષ્ય માટે શુભકામનાઓ પણ આપું છું.
આ પહેલા પણ ઉદ્ધવ ઠાકરેએ અરવિંદ કેજરીવાલને પોતાનું સમર્થન આપ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના મુખપત્ર સામનાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે પાંચ વર્ષ દિલ્હીમાં આદર્શ કામ કર્યું છે. જેનાથી દિલ્હીની જનતાનો વિકાસ થયો છે.