દિલ્હીની ચૂંટણીમાં આ પક્ષોને 6 બેઠકો પર NOTA કરતા ઓછા મત મળ્યા

Delhi Election 2025: છ બેઠકો પર ડાબેરી પક્ષોને માત્ર 2,158 મત સામે NOTAને 5,627 મત મળ્યા

Continues below advertisement

Left Parties in Delhi: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં (Delhi Election) ડાબેરી પક્ષો માટે મોટો આંચકો સામે આવ્યો છે. તેમણે જે છ બેઠકો પર ઉમેદવારી નોંધાવી હતી, ત્યાં તેમને 'નન ઓફ ધ અબવ' (NOTA) કરતાં પણ ઓછા મત મળ્યા છે, જે તેમની રાજકીય સ્થિતિનું ગંભીર ચિત્ર રજૂ કરે છે.

Continues below advertisement

ચૂંટણી પરિણામોના (Delhi Election) આંકડા દર્શાવે છે કે CPI(M), CPI અને CPI(ML) લિબરેશન - ત્રણેય ડાબેરી પક્ષોને કુલ મળીને માત્ર 2,158 મત મળ્યા હતા. આ સામે NOTAને 5,627 મત મળ્યા છે, જે દર્શાવે છે કે મતદાતાઓએ ડાબેરી ઉમેદવારોને મત આપવાને બદલે કોઈપણ ઉમેદવારને પસંદ ન કરવાનો વિકલ્પ વધુ પસંદ કર્યો હતો.

ક્યા ઉમેદવારોનું પ્રદર્શન કેવું રહ્યું?

કરાવલ નગર

CPI(M)ના ઉમેદવાર અશોક અગ્રવાલને 457 વોટ મળ્યા. નોટાને 709 વોટ મળ્યા. ભાજપના કપિલ મિશ્રાએ 1,07,367 મતો મેળવીને જીત મેળવી હતી.

બદરપુર

CPI(M)ના જગદીશ ચંદને 367 વોટ મળ્યા. નોટાને 915 વોટ મળ્યા. AAPના રામ સિંહ નેતાજી 1,12,991 મતોથી જીત્યા.

વિકાસપુરી

સીપીઆઈના શેજો વર્ગીસને 580 મત મળ્યા હતા. NOTA ને 1,127 મત મળ્યા. ભાજપના પંકજ કુમાર સિંહ 1,03,955 મતોથી જીત્યા.

પાલમ

CPIના દિલીપ કુમારને 326 વોટ મળ્યા હતા. NOTA ને 1,119 મત મળ્યા. ભાજપના કુલદીપ સોલંકીનો 82,046 મતોથી વિજય થયો હતો.

નરેલા

CPI(ML)ના અનિલ કુમાર સિંહને 328 વોટ મળ્યા. નોટાને 981 વોટ મળ્યા. ભાજપના રાજ કરણ ખત્રી 87,215 મતોથી જીત્યા.

કોંડલી

CPI(ML)ના અમરજીત પ્રસાદને માત્ર 100 વોટ મળ્યા હતા. નોટાને 776 વોટ મળ્યા. AAPના કુલદીપ કુમાર 61,792 મતોથી જીત્યા.

ડાબેરી પક્ષોને મોટો ફટકો આ ચૂંટણીમાં ડાબેરી પક્ષોનો દેખાવ ઘણો નબળો રહ્યો. પ્રજાના પ્રશ્નો પર લડવા માટે જે ઉમેદવારોને આગળ મૂકવામાં આવ્યા હતા તેમને જનતાએ સદંતર ફગાવી દીધા હતા. આના પરથી સ્પષ્ટ થાય છે કે દિલ્હીમાં ડાબેરી પક્ષોનો પ્રભાવ લગભગ ખતમ થઈ ગયો છે.

આ પરિણામ ડાબેરી પક્ષો માટે ચિંતાજનક છે, કારણ કે તે દર્શાવે છે કે દિલ્હીના મતદારોમાં તેમનો પ્રભાવ નહીવત્ થઈ ગયો છે. ચૂંટણી વિશ્લેષકોના મતે આ પરિણામ ડાબેરી પક્ષોની વર્તમાન રાજકીય પ્રસ્તુતતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

આ પણ વાંચો...

કેજરીવાલ ફરી જેલમાં જશે? ચૂંટણી પરિણામ પહેલા જ ACBની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી, જાણો શું છે મામલો

Continues below advertisement
Sponsored Links by Taboola