કોલકાતા: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું ભાજપને રાષ્ટ્રીય રાજધાનીમાં વિદ્યાર્થીઓ અને મહિલાઓને કરવા માટે જડબાતોડ જવાબ મળ્યો છે.


મમતા બેનર્જીએ એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે એક બાદ એક રાજ્યો ભાજપના હાથમાંથી સરકતા જાય છે, પાર્ટી ટૂંક સમયમાં પોતાની પાસે જે રાજ્યો છે તેને પણ ગુમાવી દેશે. તેમણે કહ્યું, 'ભાજપે દિલ્હીમાં વિદ્યાર્થીઓ અને મહિલાઓનું શોષણ કર્યું. પાર્ટીને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જડબાતોડ જવાબ મળ્યો છે. બંગાળમાં 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ જ પ્રકારના પરિણામોનો સામનો કરવો પડશે. માત્ર વિકાસ જ લોકો પર છાપ છોડશે, સીએએ, એનઆરસી અને એનપીઆર ફગાવી દેવામાં આવશે.'

અત્યાર સુધી 70માંથી 63 બેઠકો પર આપ અને ભાજપ માત્ર 8  બેઠકો પર આગળ છે. ગત વર્ષની જેમ કૉંગ્રેસ આ વખતે પણ ખાતુ ખોલાવવામાં નિષ્ફળ રહી છે.  આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા મનિષ સીસોદીયા પડપડગંજ બેઠક પરથી ચૂંટણી જીતી ગયા છે. જયારે ઓખલા બેઠક પરથી આપના નેતા અમાતુલ્લાહખાન પણ બમ્પર  જીત મળી છે.