નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીની દિલ્હી વિધાનસભામાં જીત હવે નિશ્ચિત મનાઈ રહી છે. અત્યાર સુધી જે વલણ સામે આવ્યા છે એ પ્રમાણે આમ આદમી પાર્ટી 56 સીટ પર આગળ ચાલી રહી છે. જો આવું જ છેલ્લું પરિણામ આવશે તો અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બનશે. આમ થવા પર કેજરીવાર ફરી એક વખત વેલેન્ટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ શપથ લઈ શકે છે. કારણ કે 14 તારીખ સાતે અરવિંદ કેજરીવાલનો ખાસ સંબંધ રહ્યો છે. આવો જાણીએ આખરે 14 તારીખ અને વેલને્ટાઈન ડે સાથે અરવિંદ કેજરીવાલનો સંબંધ છે અને તે આ દિવસે જ શપથ લઇ શકે છે.


2013 વેલેન્ટાઈન ડેઃ પ્રથમ વખત અરવિંદ કેજરીવાલની સરકાર 2013માં બની હતી. આમ આદમી પાર્ટી 28, કોંગ્રેસ 8 અને ભાજપને 31 સીટ મળી હતી. ત્યાર બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધનથી સરકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ કેટલાક મુદ્દે બન્ને પક્ષ વચ્ચે અણબનાવ થતાં 49 દિવસમાં સરકાર પડી ભાંગી. કેજરીવારે ત્યાર બાદ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો અને તેમણે 14 ફેબ્રુઆરી 2014ના રોજ રાજીનામું આપ્યું હતું.

2015 વેલેન્ટાઈન ડેઃ 2015માં ચૂંટમીની જાહેરાત થઈ અને આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ડાએ કહ્યું કે, અરવિંદ કેજરીવાર 14 ફેબ્રુઆરીએ જ શપથ લેશે અને વાસ્તવમાં એવું જ થયું. 2015માં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી. ત્યારે પ્રથમ વખત એવું બન્યું કે કોંગ્રેસને એક પણ સીટ ન મળી અને ભાજપને ત્રણ સીટ મળી હતી. 2015માં 67 સીટ સાથે મળેલ જીત બાદ અરવિંદ કેજરીવાલે 14 ફેબ્રુઆરીએ બીજી વખત દિલ્હીના મુખ્યમંત્રીના શપથ લીધા હતા.

2018 વેલેન્ટાઈન ડેઃ સરકાર બન્યાના 3 વર્ષ બાદ એટલે કે વર્ષ 2018 માં કેજરીવાલે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું. રસપ્રદ વાત તો એ છે કે, આ કાર્યક્રમનું આયોજન પણ 14 ફેબ્રુઆરી એટલે કે, વેલેન્ટાઇન ડેના દિવસે જ કરવામાં આવ્યું. આ બધાં ઉદાહરણો જોતાં એ વાત તો સ્પષ્ટ થાય જ છે કે, કેજરીવાલ માટે આ દિવસ માટે કઈંક ખાસ મહત્વ ચોક્કસથી છે.