Delhi Election Results: કરાવલ નગરથી કપિલ મિશ્રા ચૂંટણી જીત્યા, AAPના ઉમેદવાર મનોજ ત્યાગીને હરાવ્યા  

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) મોટી જીત તરફ આગળ વધી રહી છે.

Continues below advertisement

Delhi Election Results 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) મોટી જીત તરફ આગળ વધી રહી છે. દિલ્હીની કરાવલ નગર સીટનું પરિણામ આવી ગયું છે. જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રાએ ચૂંટણી જીતી લીધી છે. કપિલ મિશ્રાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનોજ ત્યાગીને 30 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. આ સાથે જ કોંગ્રેસના ડૉ.પીકે મિશ્રા ત્રીજા સ્થાને રહ્યા છે.

Continues below advertisement


છેલ્લી ચૂંટણીમાં શું થયું હતું ?

2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો ભાજપના મોહન સિંહ બિષ્ટ 96,721 મતોથી જીત્યા હતા. ત્યારબાદ AAPના દુર્ગેશ પાઠકને 88,498 વોટ મળ્યા અને કોંગ્રેસના અરબિંદ સિંહને 2,242 વોટ મળ્યા. 2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કપિલ મિશ્રા 1,01,865 મતોથી જીત્યા હતા. જો કે તે પછી તેઓ AAPની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. તે દરમિયાન ભાજપના મોહન સિંહ બિષ્ટ 57,434 મતો સાથે બીજા ક્રમે અને કોંગ્રેસના શૈતાન પાલ દાયમાને 5,362 મત મળ્યા.

વિધાનસભા બેઠક વિશે કેટલીક માહિતી

2011ની વસ્તી ગણતરી મુજબ, કરાવલ નગરની વસ્તી આશરે 224,281 હતી. વર્ષ 2020માં પણ આ વિધાનસભા ક્ષેત્રમાં રમખાણો થયા હતા. કરાવલ નગરના સૌથી નજીકના મેટ્રો સ્ટેશનો જોહરી એન્ક્લેવ મેટ્રો અને શિવ વિહાર મેટ્રો સ્ટેશન છે. આ વિધાનસભા ક્ષેત્રમાં મોટાભાગના લોકો બિહાર, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે.

ભાજપ મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટી બહુમત તરફ ઝડપથી આગળ વધી રહી છે. ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ અનુસાર ભાજપને 48 સીટો પર લીડ છે. જ્યારે આમ આદમી પાર્ટી 22 સીટો પર આગળ ચાલી રહી છે. 70 સીટોવાળી દિલ્હી વિધાનસભામાં બહુમતનો આંકડો 36 છે. એટલે કે ભાજપ આ ચૂંટણીમાં મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે.  

દિલ્હીમાં મત ગણતરીના પ્રારંભિક વલણોમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. અંદાજે 27 વર્ષ બાદ દિલ્હીની સત્તા પર ભાજપની શાનદાર એન્ટ્રી થઈ છે. આ દરમિયાન હવે એ સવાલ પર ચર્ચાએ જોર પકડ્યું છે કે દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે ? દિલ્હીમાં 27 વર્ષનો દુષ્કાળ સમાપ્ત થયા બાદ ભાજપ રાજધાનીની કમાન કોને સોંપશે ? આ રેસમાં ઘણા દિગ્ગજોના નામ આગળ આવી રહ્યા છે. ચૂંટણી લડનારા પ્રવેશ સાહિબ સિંહ વર્મા જેવા નેતાઓના નામો જ નહીં પરંતુ દિલ્હીના પ્રાદેશિક રાજકારણમાં મોટું નામ એવા મનોજ તિવારી જેવા નામો પણ ચર્ચાઈ રહ્યા છે. 

Continues below advertisement
Sponsored Links by Taboola