Milkipur ByPoll Result: મિલ્કીપુર વિધાનસભા પેટાચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી છે. શરૂઆતના રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર ચંદ્રભાનુ પાસવાને મોટી લીડ મેળવી છે. સમાજવાદી પાર્ટીના અજિત પ્રસાદ બીજા સ્થાને છે. જે બાદ ભાજપ મિલ્કીપુરમાં લીડ મેળવી રહી હોય તેવું લાગે છે. જેના પર મિલ્કીપુર અને દિલ્હી વિધાનસભા ચૂંટણી પર યુપી સરકારના મંત્રી દાનિશ આઝાદ તરફથી મોટું નિવેદન આવ્યું છે.
યોગી સરકારના મંત્રી દાનિશ આઝાદ અંસારીએ કહ્યું, "દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીથી લોકો કંટાળી ગયા છે. તેમણે લોકોની ભાવનાઓ સાથે રમત રમી છે. આ સ્વીકાર્ય નથી. જનતાએ ભાજપમાં વિશ્વાસ દર્શાવ્યો છે. સપા અને આપને પોતાની હાર સ્વીકારવી જોઈએ. ઉત્તર પ્રદેશમાં સપા સાથે જે થયું, તે જ દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે થશે."
મિલ્કીપુર પેટાચૂંટણી પર બોલ્યા અવધેશ પ્રસાદ
બીજીતરફ, સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે પણ મિલ્કીપુર ચૂંટણી પર પ્રતિક્રિયા આપી છે. ફૈઝાબાદના સાંસદે કહ્યું કે "મિલ્કીપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. ભાજપે બેઈમાનીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અમે ચૂંટણી પંચ સમક્ષ ઘણી વખત આખો મામલો રજૂ કર્યો છે. ચૂંટણીમાં અમારી બધી ફરિયાદો સાબિત થઈ રહી હતી. ભાજપના ગુંડાઓ બૂથ કબજે કરી રહ્યા હતા પરંતુ ચૂંટણી પંચે કંઈ કર્યું નહીં. આમ છતાં, ભાજપ હારશે. સપા ઉમેદવાર જીતશે."
આ સમાચાર લખાય છે ત્યાં સુધી મિલ્કીપુરમાં પાંચ રાઉન્ડની મતગણતરી થઈ ચૂકી છે જેમાં ભારતીય જનતા પાર્ટી સમાજવાદી પાર્ટી કરતા ઘણી આગળ જોવા મળી રહી છે. ભાજપના ઉમેદવાર ચંદ્રભાનુ પાસવાને પાંચમા રાઉન્ડ સુધી ૧૪૩૩૯ મતોની લીડ મેળવી છે. તેમને ૨૭૨૨૧ મત મળ્યા છે જ્યારે અજિત પ્રસાદ અત્યાર સુધીમાં ૧૨૮૮૨ મતો સાથે બીજા સ્થાને છે.
મિલ્કીપુર બેઠક ભાજપ અને સપા માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. આ બેઠક પહેલા સપા પાસે હતી જે અવધેશ પ્રસાદ સાંસદ બન્યા બાદ ખાલી પડી હતી.
આ પણ વાંચો
દિલ્હીમાં ભાજપ જીત તરફ... હવે આ 3 નેતાઓ વચ્ચે લાગી મુખ્યમંત્રી પદની રેસ, કાઉન્ટિંગમાં પણ છે આગળ