કેજરીવાલને જીતની શુભેચ્છાઓ આપતા તેજસ્વી યાદવે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, જે રીતે કાળો કાયદો અહીં ભાજપે લગાવી રાખ્યો હતો અને જે પ્રકારના નારા ત્યાં લાગ્યા...કયાં પ્રકારના નારા ત્યાં નથી લાગ્યા. કેંદ્રીય મંત્રીઓએ એક રાત પહેલા જે રીતે રૂપિયાનો પ્રયોગ કર્યો તે અમે જોયું. બળનો ઉપયોગ પણ કરાયો. દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ બીજા વર્ણને ગાળો આપવાનું કામ કર્યું છે. દિલ્હીની જનતાનું સ્ટેન્ડ ક્લિયર છે અને કામ પર વોટ કર્યા છે.
આ સાથે જે તેજસ્વી યાદવે કહ્યું, અરવિંદ કેજરીવાલે પાંચ વર્ષ જે કામ કર્યું તેને જોતા જ ત્યાંની જનતાએ તેમને મત આપ્યા છે. એક સંદેશ છે કે નફરતની રાજનીતિ ન થવી જોઈએ. સકારાત્મક રાજનીતિ થવી જોઈએ. કામને લઈને જનતા વચ્ચે જાઓ. શિક્ષણ, રોજગાર, દેશમાં જે રીતે આર્થિક મંદી છે આ તમામ પર આપણે લોકોએ વિચાર કરવાની જરૂર છે. આપણે બધાએ એક થઈ આ સમસ્યાનું નિદાન કરવું જોઈએ. આ જનાદેશથી સ્પષ્ટ છે કે એક દમ એકતરફી ચૂંટણી થઈ છે.
આરજેડીએ દિલ્હીમાં ચાર બેઠકો પર ચૂંટણી લડી હતી. આરજેડીએ દિલ્હીની બુરાડી, કિરારી, ઉત્તમનગર અને પાલમ સીટ આપવમાં આવી હતી. કૉંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત કોઈ સાથે ગઠબંધન કર્યું હતું.