Delhi Excise Policy Case: દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મંગળવારે (23 મે) દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં કોઈ રાહત મળી નહોતી. તેમની જ્યુડિશિયલ કસ્ટડી વધારવામા આવી હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 1 જૂન સુધી લંબાવી હતી.






આ સાથે કોર્ટે જેલ સત્તાવાળાઓને નિર્દેશ આપ્યા હતા કે તેઓ અભ્યાસ કરવા માટે ખુરશી અને ટેબલ આપવાની મનીષ સિસોદિયાની વિનંતી પર વિચાર કરે. સિસોદિયા દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં આરોપીઓમાંના એક છે.






ED કેસ અંગે સિસોદિયાએ શું કહ્યું?


અગાઉ આવા જ એક કેસમાં સિસોદિયાની કસ્ટડી લંબાવવામાં આવી હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઈઝ પોલિસી કેસમાં EDની દલીલો સાંભળ્યા બાદ સ્પેશિયલ જજ એમકે નાગપાલ દ્વારા ચુકાદાની તારીખ 30 મે નક્કી કરી હતી. AAP નેતા મનીષ સિસોદિયા અને અન્યો વિરુદ્ધ EDની આ 5મી ચાર્જશીટ હતી, જેની સુનાવણી શુક્રવારે (19 મે)ના રોજ કોર્ટમાં યોજાઇ હતી. અગાઉ 6 મેના રોજ EDએ રાઉઝ એવન્યુ કોર્ટને જણાવ્યું હતું કે આરોપી મનીષ સિસોદિયાની કથિત ગતિવિધિઓના કારણે લગભગ 622 કરોડ રૂપિયાની ગેરકાયદેસર આવક થઈ છે.


9 માર્ચે, EDએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને તિહાડ જેલમાં કલાકો સુધી પૂછપરછ કર્યા પછી દારૂ નીતિ કેસમાં ધરપકડ કરી હતી. આ પહેલા સીબીઆઈએ આ જ કેસ સાથે સંબંધિત ચાલી રહેલી તપાસના સંબંધમાં સિસોદિયાની ધરપકડ કરી હતી. સીબીઆઈ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે.


India Weather Update: દેશના આ રાજ્યોમાં ગરમી કાઢશે ભૂક્કા, અહીં પડશે વરસાદ, જાણો આજનું હવામાન


India Weather Update: દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત આ દિવસોમાં ગરમી સામે ઝઝૂમી રહ્યું છે. દિલ્હીના નજફગઢમાં તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જો કે, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલ (24 મે)થી હવામાનમાં ફેરફાર થશે. તે જ સમયે, ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગરમીથી થોડી રાહત જોવા મળશે.


હવામાન વિભાગે આજથી (23 મે) આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ સહિત સિક્કિમમાં વરસાદની પૂરેપૂરી સંભાવના છે.


પહાડી વિસ્તારોમાં હવામાન આવું રહેશે


પહાડી વિસ્તારોના હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં હવામાન ખરાબ રહ્યું છે. કેદારનાથ, તુંગનાથ, મધ્યમહેશ્વર, કાર્તિક સ્વામી અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. વરસાદના કારણે કેદારનાથ ધામ યાત્રામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે આજે અને આવતીકાલે દસ જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. ભારે પવન અને કરા સાથે વાવાઝોડાની શક્યતા છે