નવી દિલ્હીઃ દિલ્હીમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. દિલ્હીના ઉદ્યોગનગરના પીરગઢીની એક ફેક્ટરીમાં આગ લાગી છે. આગ સવારે 4 વાગે લાગી હતી.


માહિતી પ્રમાણે, ફેક્ટરીમાં આગ સવારે લાગી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ આગ હોલવવા માટે પહોંચી હતી. આગ હોલવતી વખતે જ ફેકટરીમા એક મોટો બ્લાસ્ટ થયો હતો, અને બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ હતી. જેમાં કેટલાક લોકો અને ફાયર ફાઇટરકર્મીઓ પણ ફસાઇ ગયા હતા.


હાલ અહીં બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવાઇ છે, ફંસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યુ છે.