તુમકુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના ખેડૂતોના ખાતામાં એક સાથે 11,000 કરોડ રૂપિયા જમા કરાવશે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત આપવામાં આવતાં રૂપિયા સીધા જ ખેડૂતોના ખાતામાં જમા થશે. કર્ણાટકના તુમકુરમાં આજે યોજાનારા કાર્યક્રમમમાં જે ખેડૂતો પીએમ કિસાન યોજના અંતર્ગત આવે છે તેમના ખાતામાં રૂપિયા જમા કરાવશે.


7.60 કરોડ ખેડૂતોને મળ્યો છે યોજનાનો લાભ

પ્રધાનમંત્રી મોદી સીધા આ રીતે આશરે 8 કરોડ લાભાર્થીઓના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ આજે આશરે 11,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં દેશભરના આશરે 7 કરોડ 60 લાખ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત રકમ ટ્રાન્સફર કરવામાં આવી ચુકી છે.

24 ફેબ્રુઆરી, 2019ના રોજ લોન્ચ થઈ હતી યોજના

આ યોજના ગત વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ લોંચ કરવામાં આવી હતી. જે અંતર્ગત 2 હેકટરથી ઓછી જમીન વાળા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા મદદ કરવાની જોગવાઈ છે.

પીએમ મોદીનો કર્ણાટક કાર્યક્રમ

- બપોરે 1 વાગ્યે મોજી બેંગલુરુ એરપોર્ટ પર ઉતરશે. ત્યાંથી તુમકુરના સિદ્દગંગા મઠ જશે.

- બપોરે 2.15 કલાકે સિદ્દગંગા મઠના એક કાર્યક્રમમાં હિસ્સો લેશે.

- બપોરે 3.15 કલાકે કૃષિ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરનારા ખેડૂતોને કૃષિ કર્મણ પુરસ્કાર વિતરણ કરશે.

- સાંજે 6 કલાકે ડીઆરડીઓ કાર્યક્રમમાં હિસ્સો લેશે.

- રાત્રે રાજભવનમાં રોકાણ કરશે.

- 3 જાન્યુઆરીએ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કરશે.

મધદરિયે ક્રૂઝ પર ‘DJ વાલે બાબુ’ ગર્લને હાર્દિક પંડ્યાએ કિસ કરીને કર્યું , જુઓ સગાઈની તસવીરો