Delhi : દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન નજીક એક બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી છે. આ આગ એટલી ભયાનક છે કે આગમાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત  થયા છે. આગમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. આ આગની ઘણા ભયાનક વિડીયો અને ફોટો સામે આવ્યાં છે. આ દરમિયાન એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં આગથી જીવ બચાવવા કેટલાક લોકો બિલ્ડીંગમાંથી કૂદી રહ્યા છે, તો કેટલાક લોકો કુદવાણી તૈયારી કરી રહ્યાં છે. જુઓ આ વિડીયો - 






તક્ષશિલા અગ્નિકાંડની યાદ આવી 
આજથી જીવ બચાવવા કૂદી રહેલા લોકોનો વિડીયો જોઈને સુરતના તક્ષશિલા અગ્નિકાંડની યાદ આવી જાય છે. સુરતમાં તક્ષશિલા બિલ્ડીંગમાં લાગેલી આગથી જીવ બચાવવા વિદ્યાર્થીઓએ આવી જ રીતે બિલ્ડીંગના ઉપરના માળેથી કુદકા લગાવ્યાં હતા. આ કરૂણ ઘટનાને આજે પણ કોઈ ભુલ્યુ નથી. 


પીએમ મોદીએ કર્યું ટ્વીટ 
દિલ્હીમાં આગની આ ઘટના અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. ટ્વીટમાં તેમણે લખ્યું, “ દિલ્હીમાં લાગેલી આગમાં થયેલા જાનહાનિથી ખૂબ જ દુઃખી છું. મારી સહાનુભૂતિ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું.”


અત્યાર સુધીમાં 26 લોકોના મોત 
પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે પિલર નંબર 544 પાસે શુક્રવારે સાંજે ત્રણ માળની ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. હજુ ત્રીજા માળે બચાવ કાર્ય કરવાનું બાકી છે. મૃત્યુઆંક વધી શકે છે.