નવી દિલ્હીઃ દિલ્હી સરકારે તબલીગી જમાતના લોકો માટે ખાસ આદેશ કર્યો છે. સરકારે તમામ જિલ્લાધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે તબલીગી જમાતના 2446 સભ્યોને ક્વૉરન્ટાઇન સેન્ટરમાંથી છોડી દે, અને એ પણ નક્કી કરે કે તે પોતાના ઘરોમાં સિવાય બીજે ક્યાંય રહે નહીં.


દિલ્હીમાં ડીડીએમએના સ્પેશ્યલ સીઇઓ એસ મીણાએ તંત્રને લખેલા પત્રમાં કહ્યું કે, જિલ્લાધિકારીઓને એ પણ કહેવામાં આવ્યુ છે કે દિલ્હી સ્થિત મરકજના કાર્યક્રમમાં સામેલ થયેલા બીજા રાજ્યોના જમાતના પ્રતિનિધિઓને તેમના નિવાસ સ્થાને મોકલવાની પણ વ્યવસ્થા કરે.

તેમને કહ્યું કે, માર્ચમાં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં થયેલા કાર્યક્રમમાં હાજર રહેલા 567 વિદેશીઓને પોલીસના હવાલે કરવામાં આવશે. સરકારના એક અધિકારીએ શનિવારે કહ્યું કે, તેમને વિદેશી જમાતીઓને વિઝા ઉલ્લંઘન જેવા જુદાજુદા ઉલ્લંઘન સંબંધમાં પોલીસના હવાલે કરવામાં આવશે.

દિલ્હીના ગૃહમંત્રી સત્યેન્દ્ર જૈને સેન્ટરમાં ક્વૉરન્ટાઇન રહેવાનો સમય પુરો કરી ચૂકેલા અને કૉવિડ-19થી સંક્રમિત નથી તેના તબલીગી જમાતના સભ્યોને તેમના ઘરે જવાનો હાલમાં આદેશ આપ્યો હતો.

મીણાએ પોતાના પત્રમાં કહ્યું દિલ્હી ઉપરાંત અન્ય સ્થાનો સાથે સંબંધ રાખનારા જે લોકોને નિર્ધારિત દિશા-નિર્દેશો અનુસાર છોડી છોડી મુકવામાં આવી શકે છે, અને તેમને ક્વૉરન્ટાઇન સેન્ટરમાંથી મુસાફરી કરવામાં પાસ આપવામાં આવશે.