મુંબઈઃ દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 63 હજાર નજીક પહોંચી છે અને 2100થી વધારે લોકોના મોત થયા છે.


ભારતમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર ટોચ પર છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 20,228 પર પહોંચી છે અને મૃતકોની સંખ્યા 779 થઈ છે.

મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા મુજબ, રાજ્યમાં 786 પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી હાલ 703 એક્ટિવ કેસ છે. જ્યારે 76 પોલીસકર્મી સાજા થઈ ગયા છે અને 7ના મોત થયા છે. લોકડાઉન દરમિયાન પોલીસકર્મી પર હુમલાની 200 ઘટના નોંધાઈ છે અને 732 લોકોની ધરપકડ કરવામાં આવી છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 62,939 પર પહોંચી છે. 2109 લોકોના મોત થયા છે અને 19,358 લોકો સાજા થઈ ગયા છે. હાલ 41,472 એક્ટિવ કેસ છે.